એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘ધી મિસિંગ સ્ટોન’નું લીડ કૅરૅક્ટર પાયલનું પાત્ર કરતી રાશિ મલ અત્યારે એટલી ખુશ છે જાણે જગતમાંથી કોરોના વિદાય થઈ ગયો હોય. રાશિની આ ખુશીનું કારણ એની વેબ-સિરીઝને મળેલી સક્સેસ છે. રાશિ કહે છે, ‘મનમાં પણ નહોતું કે લોકો આટલાં વખાણ કરશે. એક જ વીકમાં ૧૦ લાખથી વધારે લોકોએ શો જોઈ લીધો અને હવે બીજી સીઝન માગે છે. થૅન્ક ગૉડ, લોકો હવે સાયકોલૉજિકલ થ્રિલર્સ જોતા થયા છે.’
પહેલાં આ પ્રકારના વિષય પર ફિલ્મો બનતી નહોતી, પણ વેબ-સિરીઝ આવ્યા પછી આ જોનરની સિરીઝને લોકોએ વધાવવાનું શરૂ કરી દીધું છે. રાશિ કહે છે, ‘લૉકડાઉન વચ્ચે અમે કામ શરૂ કર્યું, પણ મનમાં હતું કે ઑડિયન્સને આ સબ્જેક્ટ નહીં ગમે તો શું થશે, પણ ફાઇનલી ઑડિયન્સને ગમ્યો અને વખાણ કર્યાં એટલે હવે હિંમત ખૂલી ગઈ કે નવા સબ્જેક્ટ્સ કરવામાં ડર નથી.’
હવે હસવા થઈ જાઓ તૈયાર, 'તારક મહેતા' શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન
27th February, 2021 11:34 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTદર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 IST