'થલાઇવી'ના કંગનાના લૂકને લોકો કરી રહ્યા હતા ટ્રોલ, રંગોલીએ આપ્યો આ જવાબ

Published: Nov 26, 2019, 20:49 IST | Mumbai Desk

જવાબમાં હવે કંગનાની બહેન રંગોલીએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ જવાબમાં કંગનાની બહેન રંગોલીએ હેટર્સને આકરો જવાબ આપ્યો છે.

ફિલ્મ 'થલાઇવી'માં કંગનાના લૂીકને લઈને ચાહકો તરફથી પણ જુદા જુદા રિએક્શન્સ આવતા હતા. જેના જવાબમાં હવે કંગનાની બહેન રંગોલીએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ જવાબમાં કંગનાની બહેન રંગોલીએ હેટર્સને આકરો જવાબ આપ્યો છે.

કંગના રનૌતની આગામી ફિલ્મ 'થલાઇવી'નો ફર્સ્ટ લુક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. આ લૂકમાં કંગના રનૌતને ઓળખી શકવું ખૂબ જ મુશ્કેલ છે અને તેનું મેકઅપ આબેહૂબ દિવંગત જયલલિતા જેવું દેખાય છે. ફિલ્મમાં કંગનાના આ લૂકને લઈને ચાહકોના જુદાં જુદાં રિએક્શન્સ સામે આવી રહ્યા છે.

આને લઈને કંગના રનૌકની મોટી બહેન રંગોલી ચંદેલે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. જ્યારથી શનિવારે ફિલ્મનો ફર્સ્ટ લૂર પોસ્ટર ટીઝર સાથે ઑનલાઇન રિલીઝ થયું છે, ત્યારથી તેના લૂક પર જુદા જુદા પ્રકારના મીમ્સ બનવા લાગે ચે. લોકો તેમને આ લૂક માટે તેને ટ્રોલ કરી રહ્યા છે, જેના જવાબમાં રંગોલીએ ટ્વીટ કર્યા છે, "જો કોઇની પાસે આંખો છે તો તે પ્રૉસ્થેટિકના શાનદાર કામને જોઈ શકે છે. બાકી સમોસા ગેન્ગ અહીં છે, જે દિવસે રાત અને રાતને દિવસ કહે છે, તે મહત્વહીન છે."

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

જો કે, કંગનાના આ લૂકને લઈને ફક્ત ટ્રોલર્સના જ નહીં પણ સેલેબ્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. જેમાં અનુપમ ખેર, અનિલ કપૂર, એકતા કપૂર અને નીલ નિતિન મુકેશ પણ સામેલ છે. આલમ તો એ છે કે કંગનાના આ લૂકની તુલના સોશિયલ મીડિયા યૂઝર્સ ક્યારેક 'બધાઇ હો બધાઇ'ના અનિલ કપૂર તો ક્યારેક સ્મૃતિ ઇરાની સાથે કરી રહ્યા છે. જણાવીએ કે 'થલાઇવી'માં અરવિંદ સ્વામી પણ છે. વિજય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતાં વર્ષે 26 જૂનના રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK