રાનૂ મંડલ પર હવે બનશે બાયોપિક, આ એક્ટ્રેસને ઓફર થયો રોલ

Published: Sep 25, 2019, 12:56 IST | મુંબઈ

પશ્ચિમ બંગાળના સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઈને ફેમસ થયેલી રાનૂ મંડલની કિસ્મત ચમકી છે. પહેલા તેમને હિમે રેશમિયા સાથે ગીત રેકોર્ડ કરવાની તક મળી.

રાનુ મોંડલ
રાનુ મોંડલ

પશ્ચિમ બંગાળના સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઈને ફેમસ થયેલી રાનૂ મંડલની કિસ્મત ચમકી છે. પહેલા તેમને હિમે રેશમિયા સાથે ગીત રેકોર્ડ કરવાની તક મળી. હવે તેમના જીવન પર ફિલ્મ બનાવાનું આયોજન થઈ રહ્યું છે. ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર ઋષિકેશ મંડલ રાનૂની જિંદગી પર ફિલ્મ બનાવી શકે છે.

એટલું જ નહીં આ ફિલ્મમાં કોણ રાનૂ મંડલનું પાત્ર ભજવશે, તે પણ નક્કી થઈ ચૂક્યુ છે. સાઉથની જાણીતી એક્ટ્રેસ સુદીપ્તા ચક્રવર્તીને રાનૂ મંડલનો રોલ ઓફર કરાયો છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સુદીપ્તાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે,'મને ફિલ્મ ઓફર થઈ છે, પરંતુ હજી ફિલ્મની સ્ક્રીપ્ટ મને નથી મળી. સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ હું નક્કી કરીશ કે આ ફિલ્મમાં કામ કરીશ કે નહીં.'

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ અંગે વાત કરતા ડિરેક્ટર ઋષિકેશે કહ્યું કે લોકો રાનૂ મંડલ વિશે જાણવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા દ્વારા રાનૂ કેવી રીતે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. તે વિશે લોકોને જાણવું છે. આ ઉપરાંત ફિલ્મમાં સોશિયલ મીડિયાની તાકાત પણ બતાવવામાં આવશે, કે કેવી રીતે સ્ટેશન પર ગાઈને પૈસા કમાતી આ મહિલાને સોશિયલ મીડિયાએ સ્ટાર બનાવી દીધી. ફિલ્મ માટે ડિરેક્ટરે રાનૂ મંડલ અને તેમની પુત્રી સાથે મુલાકાત પણ કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે એકાદ મહિના પહેલા રાનૂ મંડલનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે સ્ટેશન પર બેઠા બેઠા લતા મંગેશકરનું ગીત ગાઈ રહી હતી. એક વ્યક્તિએ ફેસબુક પર આ વીડિયો અપલોડ કર્યો અને બાદમાં તે વાઈરલ થઈ ગયો. લોકોને રાનૂનો અવાજ ખૂબ જ ગમ્યો. પરંતુ રાનૂએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેનું નસીબ આ રીતે બદલાઈ જશે.

આ પણ વાંચોઃ Feroz Khan:કેવી રીતે હોર્સ બ્રીડરમાંથી બન્યા બોલીવુડના સ્ટાઈલ આઈકન

વીડિયો વાીરલ થયા બાદ રાનૂને એક સિંગિંગ રિયાલિટી શોમાં બોલાવવામાં આવી, જ્યાં હિમેશ રેશમિયાએ તેમને ગીત રેકોર્ડ કરવાની ઓફર કરી. કેટલાક દિવસો બાદ હિમેશ રેશમિયાએ રાનૂ સાથે એક ગીત પણ રેકોર્ડ કર્યું. હિમેશની ફિલ્મ હેપ્પી, હાર્ડી એન્ડ હીરનું આ ગીત 'તેરી મેરી કહાની' ખૂબ જ હિટ થયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK