Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝા પર બનશે બાયોપિક

હવે ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝા પર બનશે બાયોપિક

10 February, 2019 06:43 PM IST |

હવે ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝા પર બનશે બાયોપિક

પતિ શોએબ મલિક સાથે સાનિયા મિર્ઝા

પતિ શોએબ મલિક સાથે સાનિયા મિર્ઝા


મેરીકોમ અને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ બાદ હવે વધુ એક મહિલા ખેલાડીની બાયોપિક બનવા જઈ રહી છે. આગામી સમયમાં તમે ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝાની લાઈફને સિલ્વર સ્ક્રીન પર જોઈ શક્શો. પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાએ સાનિયા મિર્ઝાની લાઈફ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. 'ઉરી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂકેલા રૉની સ્ક્રૂવાલા હવે સાનિયા મિર્ઝાના જીવનને મોટા પડદા પર ઉતારશે.

ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ જ ભારતમાં ટેનિસને લોકપ્રિય બનાવ્યું છે. સાનિયાની સફળતા બાદ જ દેશમાં ટેનિસનો ચાહક વર્ગ વધ્યો છે. 2010માં હૈદરાબાદની આ ખેલાડીએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. બંનેને ઈઝાન મિર્ઝા મલિક નામનો પુત્ર પણ છે. પોતાની બાયોપિક બનવાની જાહેરાત ખુદ સાનિયા મિર્ઝાએ જ હૈદરાબાદમાં કરી છે. જો કે ફિલ્મમાં લીડ રોલ કોણ કરશે તે હજી નક્કી નથી.



આ પણ વાંચો : પાક્કી બહેનપણીઓ ફરાહ ખાન અને સાનિયા મિર્ઝાની ડિનર ડેટ, જુઓ તસવીરો


આ બાયોપિકમાં સાનિયા મિર્ઝાના રોલ માટે કેટલીક હિરોઈનોના નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાં સાનિયાની નજીકની મિત્ર પરિણીતી ચોપડા, જેક્લીન ફર્નાન્ડીઝ, સોનાક્ષી સિંહા, વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા, કંગના રનોટ અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે. જોકે, એ સિવાય પણ અન્ય કોઈ અભિનેત્રીની પસંદગી થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 06:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK