તેનાલી રામા ફેમ કૃતિકા દેસાઈ સાથ નિભાના સાથિયા 2માં

Published: 19th November, 2020 22:06 IST | Ahemadabad

રૂપલ પટેલ, દેવોલીના ભટ્ટાચારજી અને મોહમ્મદ નઝીમનાં પાત્રોની એક્ઝિટ બાદ શોનો આધાર નવા ચહેરા પર

કૃતિકા દેસાઈ
કૃતિકા દેસાઈ

સ્ટાર પ્લસના પૉપ્યુલર શો ‘સાથ નિભાના સાથિયા’ની બીજી સીઝન એક મહિના પહેલાં લૉન્ચ થઈ છે અને ટીઆરપી મામલે પણ આગળ પડતી રહી છે.

પહેલી સીઝનની સફળતા તેમ જ જે મોટા સ્કેલ પર ‘સાથ નિભાના સાથિયા 2’ બની છે એ જોતાં દર્શકોને જકડી રાખવાનું પ્રેશર શોના મેકર્સ પર આવ્યું છે.

શોનું મુખ્ય આકર્ષણ કોકિલાબહેન એટલે કે રૂપલ પટેલ હવે જોવા નહીં મળે. તેમણે તાજેતરમાં જ પોતાનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો છે. આ ઉપરાંત ગોપી વહુનું પાત્ર ભજવતી દેવોલીના ભટ્ટાચારજી અને અહમ મોદી બનતા મોહમ્મદ નઝીમ પણ ટૂંક સમયમાં આ શોમાંથી એક્ઝિટ લેવાનાં છે એવી અટકળ છે ત્યારે મેકર્સ પર નવા ચહેરા સાથે વ્યુઅરશિપ બનાવી રાખવી પડકારજનક છે. શોમાં હર્ષ નાગર, આકાંક્ષા જુનેજા, સ્નેહા જૈન વગેરે નવા કલાકારો તો છે જ અને હવે કૃતિકા દેસાઈની એન્ટ્રી થવાની છે. ‘બાલવીર રિટર્ન્સ’ અને ‘તેનાલી રામા’ ફેમ કૃતિકા અનંતની લવ ઇન્ટરેસ્ટ તરીકે જોવા મળશે જે અનંત (હર્ષ નાગર) અને ગેહના (સ્નેહા જૈન)ની જિંદગીમાં ટ્વિસ્ટ લાવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK