Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રસોડે મેં કૌન થા?: રાશી વહુ, કોકિલા, ચણા અને પ્રેશર કૂકરની કથા થઇ વાઇરલ

રસોડે મેં કૌન થા?: રાશી વહુ, કોકિલા, ચણા અને પ્રેશર કૂકરની કથા થઇ વાઇરલ

25 August, 2020 11:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રસોડે મેં કૌન થા?: રાશી વહુ, કોકિલા, ચણા અને પ્રેશર કૂકરની કથા થઇ વાઇરલ

કોકિલા બેન, ગોપી અને રાશિ વહુ

કોકિલા બેન, ગોપી અને રાશિ વહુ


ભારતીય ટીવી સીરિયલના ઈન્ટરનેટ મીમ્સ લોકો માટે મનોરંજનનું મહત્વનું સાધન બની ગયું છે. કોઈ ફિલ્મી ડાયલૉગ હોય કે પછી કોઈ તસવીર, લોકો એના મજેદાર મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા હોય છે. આ સમય દરમિયાન સાસુ-વહુના ડાયલોગ અને વિવિધ પ્રકારના સંવાદોને મીમ્સમાં બતાડીને એને પરિસ્થિતીઓ સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ એક લોકપ્રિય ટીવી શૉ 'સાથ નિભાના સાથિયા'ની સાસુ-વહુની વાતચીતનો એક મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુવાન સંગીત નિર્માતાએ ડાયલૉગને ઑટોટ્યૂન કરીને ક્રિએટીવ હાર્મોનિયમ બીટ્સથી જોડી દીધો છે.




આ ડાયલૉગને એક રૅપ ગીતમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. ઔરંગાબાદના એક ગાયક-નિર્માતા યશરાજ મુહાતેએ હાલમાં જ સ્ટાર પ્લસની ફૅમસ સીરિયલ સાથ નિભાના સાથિયાના એક નાના સીનને એક મજેદાર સંગીત વીડિયોમાં બદલી લીધું છે.

આ વીડિયો ક્લિપમાં શૉના પ્રખ્યાત પાત્ર કોકિલા બેન તેની પુત્રવધૂ રાશિ અને ગોપીને વઢતી દેખાઈ રહી છે, જેમણે થોડી ભૂલ કરી હતી. વીડિયોમાં કોકિલા બેન તેની બન્ને પુત્રવધૂઓ પર ચીસો પાડી રહી છે કારણકે તેની સાડી પર ભૂલથી જ્યૂસ પડી જાય છે અને તેને ન્હાવા જવું પડે છે. તે સમય દરમિયાન ગોપીએ કૂકરની અંદર થોડા ચણા નાખ્યા અને એને ગેસ પર મૂકી દીધા અને ગોપી વહુ સાસુ કોકિલાબેન પાસે જતી રહે છે. તેટલામાં ગોપીની ગેરહાજરીમાં, રસોડામાં જઈને રાશિએ કૂકર ખાલી કરી દીધું અને ખાલી કૂકરને ગેસ પર ચઢાવી દીધું.


જુઓ લોકોની પ્રતિક્રિયા

 
 
 
View this post on Instagram

Everyone's an empty cooker, Rashi. We just steam different parts of ourselves.

A post shared by Netflix India (@netflix_in) onAug 24, 2020 at 12:57am PDT

 

આ પહેલી સીરિયલ નથી કે જે આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અગાઉ બંગાળી સિરિયલ કૃષ્ણકોલીનો એક સીન વાયરલ થયો હતો

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 11:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK