Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુંડલી ભાગ્ય નંબર વન પર, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છઠ્ઠા સ્થાને પટકાઈ

કુંડલી ભાગ્ય નંબર વન પર, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છઠ્ઠા સ્થાને પટકાઈ

13 December, 2019 01:31 PM IST | Ahmedabad

કુંડલી ભાગ્ય નંબર વન પર, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છઠ્ઠા સ્થાને પટકાઈ

કુંડલી ભાગ્ય

કુંડલી ભાગ્ય


આ અઠવાડિયાના બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલે (BARC) ટીવી રેટિંગ પૉઇન્ટ્સ જાહેર કર્યાં છે અને ગયા રિપોર્ટની સરખામણીએ એમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 

શહેરી વિસ્તારમાં ગયા અઠવાડિયે ટૉપ પર રહેનારી સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ વખતે છેક છઠ્ઠા ક્રમાંકે ગબડી પડી છે, જ્યારે ઝી ટીવીની ‘કુંડલી ભાગ્ય’એ આ વખતે નંબર વનનું સ્થાન લીધું છે. ‘બિગ બૉસ ૧૩’ અને ‘કસૌટી ઝિંદગી કી 2’ આ વખતે ટૉપ ટેનમાં સામેલ થયા છે. ‘કુંડલી ભાગ્ય’ પ્રથમ સ્થાને છે ત્યારે બીજા નંબર પર સ્ટાર પ્લસની ‘યે જાદુ હૈ જિન કા’એ પોતાની જગ્યા બનાવી છે. તો સબ ટીવીનો દર્શકોનો ફેવરેટ શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ત્રીજા સ્થાને અને કલર્સનો શો ‘છોટી સરદારની’ ચોથા સ્થાને છે. તાજેતરમાં ૧૫૦૦ એપિસોડ પૂરા કરનારી ‘કુમકુમ ભાગ્ય’ પાંચમા સ્થાને છે. સ્ટાર પ્લસની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘ડાન્સ પ્લસ’ અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને રહ્યા છે.



‘યે રિશ્તે હૈ પ્યાર કે’ના ટ્વિસ્ટ અને ડ્રામાએ દર્શકોને જકડી રાખ્યાં છે અને એ આઠમા સ્થાને છે. બીજી બાજુ રુરલ વિસ્તારમાં દંગલ ચૅનલ અડીખમ છે તેના ‘બંદીની’, ‘દ્વારકાધિશ’, ‘મહિમા શનિદેવ કી’, ‘રહેના હૈ તેરી પલકોં કી છાંવ મેં’, ‘બાબા ઐસો વર ઢૂંઢો’, ‘ફિર લૌટ આઈ નાગિન’ આ શો અનુક્રમે એકથી છના ક્રમાંકમાં સ્થાન જમાવીને બેઠા છે. તેના પછી ઝી ટીવીની ‘કુંડલી ભાગ્ય’નો વારો આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ક્રમાંકે આવેલી બંદીનીનું અર્બનમાં ૨૦મું સ્થાન છે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 01:31 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK