જ્યારે દિવ્યાંકા ત્રિપાઠીએ છેડતી કરનારા માર્યો એક જોરદાર તમાચો

Published: 15th April, 2020 18:11 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આજકાલ દિવ્યંકા તેના પતિ વિવેક દહીયા સાથે પોતાના જ અપાર્ટમેન્ટમાં ક્વોરેન્ટાઇન થઇ છે.

દિવ્યાંકા ત્રિપાઠી, ઇન્સ્ટાગ્રામ
દિવ્યાંકા ત્રિપાઠી, ઇન્સ્ટાગ્રામ

યે હૈં મોહબત્તેં સિરિયલની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ટેલિવિઝન પર જેટલી હિંમતવાળી છે છે તેટલી જ વાસ્તવિક જીવનમાં પણ છે.  તાજેતરમાં જ તેણે સોશ્યલ મીડીયા પર પોતાને થયેલા એક કડવા અનુભવ વિશે મોકળા મને વાત કરી હતી.તેની સાથે બેહૂદું વર્તન કરનાર માણસને તેણે એક  તમાચો ચોડી દીધો હતો.

ઇન્સ્ટાગ્રામ ઉપર આ અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે, “એ દિવસોની વાત છે જયારે સિંગલ સ્ક્રીન થિયેટર ચલણમાં હતાં અને ટિકિટ બ્લેકમાં વેંચાતી હતી સ્વાભાવિક છે થિએટરની બહાર ખૂબ જ ભીડ હોય હું પણ એક ફિલ્મ જોવા ગઈ હતી અને ટિકિટની બહુ લાંબી લાઇનમાં ઊભી હતી ભીડ જોઈને ત્યાં ઊભેલા એક પુરુષે મને ખોટી રીતે અડવાનું શરૂ કર્યું. મને જેવી ખબર પડી કે એના ઇરાદા શું છે ત્યાં તરત જ મેં એનો હાથ પકડ્યો. મેં હજી એનું મોઢું પણ નહતું જોયું. તે ભીડનો લાભ લઇને ત્યાંથી છટકવા માગતો હતો પણ એનો હાથ ન છોડ્યો અને એનો હાથ પકડી અને ખેંચીને બહાર સુધી લઈ આવી આટલું કર્યા પછી મેં તેના મોઢા સામે જોયું અને એને સણસણતો તમાચો મારી દીધો. મેં એટલા જોરથી થપ્પડ મારી પછી તો થોડીવાર પછી લોકો જ તેની પર ફરી વળ્યા.”

આજકાલ દિવ્યંકા તેના પતિ વિવેક દહીયા સાથે પોતાના જ અપાર્ટમેન્ટમાં ક્વોરેન્ટાઇન થઇ છે. તેણે થોડો વખત પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે કઈ રીતે જ રૂમમાં રહેલા તેના ડિયર હસબન્ડને મિસ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

Honey bun...now I miss you while we are in different rooms. There's no end to this feeling....Thankfully!🧿 #LoveSweetLove @ #HomeSweetHome

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) onApr 11, 2020 at 6:29am PDT

  યે હૈં મોહબત્તેંમાં સાથે કામ કરનારા દિવ્યાંકા અને વિવેકની ઓળખાણ તેમના કો-સ્ટાર પંકજ ભાટિયાએ કરાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK