‘તુઝસે હૈ રાબતા’ અને ‘બહૂ હમારી રજનીકાન્ત’ના પ્રોડ્યુસર સ્ટાર પ્લસ પર નવો શો લૉન્ચ કરવાના છે. આ શો સ્ટાર જલસાનો પૉપ્યુલર બંગાળી શો ‘સંજહર બાતી’નો રીમેક છે જેનું હિન્દીમાં નામ રાખવામાં આવશે ‘આપકી નઝરોંને સમઝા’. શોમાં એવી છોકરીની વાત છે જેની સાવકી મા અને બહેન તેની સાથે દુર્વ્યવહાર કરે છે પણ જ્યારે એ છોકરીનાં લગ્ન શહેરના અમીર છોકરા સાથે થાય છે ત્યારે તેની જિંદગી બદલાઈ જાય છે. એ યુવક દૃષ્ટિહીન હોય છે, પણ સાથે એક અદ્ભુત ફોટોગ્રાફર પણ હોય છે અને પોતાની દૃષ્ટિ ગુમાવ્યાનો તેને કોઈ રંજ નથી હોતો.
મુખ્ય અભિનેતા તરીકે ‘નાગિન’ ફેમ વિજયેન્દ્ર કુમેરિયા અને અભિનેત્રી તરીકે ‘કુમકુમ ભાગ્ય’, ‘રાધાકૃષ્ણ’ ફેમ રિચા રાઠોડ જોવા મળશે. જાણીતી ટેલિવિઝન અભિનેત્રી નારાયણી શાસ્ત્રી અને મિલોની કાપડિયા આ શોમાં નેગેટિવ ભૂમિકા કરવાનાં છે તો મરાઠી અભિનેત્રી રેવતી લેલે, ‘બડી દૂર સે આયે હૈં’, ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’ ફેમ પૂર્વી વ્યાસ, ‘કભી સૌતન કભી સહેલી’ ફેમ પંક્તિ ઠક્કર, મિલોની કાપડિયા, સઈ બર્વે પણ આ શો સાથે જોડાયાં છે.
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTદિલ્હી યુનિવર્સિટીમાં ભણતી વખતે રાજકારણને ખૂબ નજીકથી જાણ્યું હતું મોહમ્મદ ઝીશાન અયૂબે
16th January, 2021 15:43 ISTબાવરા દિલમાં આદિત્ય અને કિંજલ જમાવશે જોડી
15th January, 2021 18:01 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 IST