Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રુચિકા કપૂર સાથેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી શાહીર શેખે

રુચિકા કપૂર સાથેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી શાહીર શેખે

28 October, 2020 03:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent

રુચિકા કપૂર સાથેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી શાહીર શેખે

રુચિકા કપૂર

રુચિકા કપૂર


શાહિર શેખે તેની રુચિકા કપૂર સાથેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી દીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને આ જાહેરાત કરી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં શાહીરનું નામ ખૂબ જ મોટું છે. તે જ્યારે કહેવાતી ગર્લફ્રેન્ડ એરિકા ફર્નાન્ડિસ સાથે રિલેશનશિપમાં હતો ત્યારે રુચિકાને પહેલી વાર મળ્યો હોવાની ચર્ચા છે. તેઓ એકતા કપૂરની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ના સેટ પર પણ મળ્યાં હતાં. તે એક ફૉરેન લોકેશન પર રુચિકા કપૂર અને કંગના રનોટ સાથે ડિનર માટે પણ ગયો હતો. એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં રુચિકા ક્રીએટિવ પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ છે. આથી એકતાનાં મોટા ભાગના સેલિબ્રેશનમાં રુચિકા હાજર હોય છે. આથી શાહીર સાથેની તેની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. શાહીરે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો શૅર કર્યા હતા. એક ફોટોમાં રુચિકાનો ચહેરો નથી દેખાઈ રહ્યો, કારણ કે તેણે વાળ દ્વારા એને સંતાડી રાખ્યો છે. બીજા ફોટોમાં તેનો ચહેરો દેખાય છે અને ફોટો પર લખ્યું છે કે આ નેવર માઇન્ડ ઇટ્સ માય ગર્લ... આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહીરે કૅપ્શન આપી હતી કે ‘મમ્મી બૅકયાર્ડમાં પાછળ કોઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK