Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારાભાઇ વર્સિઝ સારાભાઇની મોનીશા,રૂપાલી ગાંગુલીએ શો અંગે કહ્યું આ..

સારાભાઇ વર્સિઝ સારાભાઇની મોનીશા,રૂપાલી ગાંગુલીએ શો અંગે કહ્યું આ..

09 April, 2020 04:55 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સારાભાઇ વર્સિઝ સારાભાઇની મોનીશા,રૂપાલી ગાંગુલીએ શો અંગે કહ્યું આ..

રૂપાલી ગાંગુલ, ઇન્સ્ટાગ્રામ

રૂપાલી ગાંગુલ, ઇન્સ્ટાગ્રામ


સારાભાઈ વર્સીસ સારાભાઈ કદાચ આ સદીની સૌથી વધારે મનોરંજક અને રમૂજ એ સિસ્ટમ છે એવું કહી શકાય એકેએક અક્ષર ના ધારદાર અભિનયને કારણે આ સીરીયલ ક્યારેય ભૂલી ન શકાય એવી કૃતિ બની ગઈ છે સારાભાઈ વર્સીસ સારાભાઈ  ઉચ્ચ વર્ગના તથા સામાન્ય વર્ગના લોકો થી માંડીને દરેક વયના દર્શકોને મજા કરાવતી. ઉચ્ચ અને મધ્યમ વર્ગ વચ્ચેનાં તફાવતને સખત રમુજી માહોલમાં દર્શાવતી આ સિરિયલનાં ડાયલૉગ્ઝ પણ લોકોને યાદ રહી ગયા છે. આજકાલ લૉકડાઉનમાં આ સિરિયલ ફરી ટેલિવિઝન પર આવવાની શરૂ થઇ છે અને લોકો તેને વિષે વાત કરતાં અટકી નથી શકતા.

મિડલક્લાસની ભોળી વહુનું અને તમામ પાત્રોમાંથી સૌથી વધુ રમુજી ગણાતા પાત્ર મોનીશાને ભજવનારી રુપાલી ગાંગુલીએ હિંદુસ્તાન ટાઇમ્સનાં એક રિપોર્ટમાં આ સિરિયલ સાથે જોડાયેલી પોતાની યાદો તાજી કરી છે.મોનીશાનું પાત્ર ટીવી જોવાનું શોખીન અને એક નંબરનું આળસુ હતું. રૂપાલી ગાંગુલીએ કહ્યું કે,”આવા સમયે સારાભાઇ જેવો શો જોઇએ એનાથી મોટું સ્ટ્રેસ બસ્ટર તો શું હોઇ શકે, મારા દિકરા રુદ્રાંશ સાથે હું એ શો જોઉં છું અને તે મને કહે છે કે હું તો સાચ્ચે જ મોનીશા જેવી છું. સારાભાઇ તો લોકોનાં હ્રદયમાં કામય રહેવાનો છે એવો જ શો છે. લોકો હજી પણ મને મોનીશા તરીકે ઓળખે છે અને મારા દીકરાના મિત્રો મોનીશા બેટા, હાઉ મિડલ ક્લાસની નકલ પણ ઉતારે છે.” રૂપાલીએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કઇ રીતે સારાભાઇ ફેમિલી સાથે ફેસટાઇમ કરી રહી છે તે પણ શેર કર્યું હતું. વળી આ ફેસટાઇમમાં સાથે ખિચડીનાં પાત્રો પણ હતા. 




કોરોનાએ તમારું મગજ ખરાબ કરી દીધું હોય તો આ બંન્ને શો તમારો મુડ બદલી નાખશે એ ચોક્કસ. સ્ટાર ભારત પર સવારે દસ વાગ્યાથી બપોરે બાર દરમિયાન તમે આ શો જોઇ શકશો. 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 04:55 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK