બિગ બીને હાથ અડાડવાની પણ મનાઈ છે

Published: 28th October, 2020 15:24 IST | Rashmin Shah | Rajkot

કોવિડ સામે લડીને બહાર આવેલા મહાનાયકને કૌન બનેગા કરોડપતિના સેટ પર કોઈ અડકી પણ શકતું નથી એ વાતનો અફસોસ મનીષ પૉલને પણ ભારોભાર છે

અમિતાભ બચ્ચન - મનીષ પૉલ
અમિતાભ બચ્ચન - મનીષ પૉલ

અમિતાભ બચ્ચન અત્યારે ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરે છે, પણ સેટ પર બિગ બીને આછોસરખો સ્પર્શ કરવાની પણ સખત મનાઈ ફરમાવાઈ છે. આ વાતનો અનુભવ થયો હમણાં મનીષ પૉલને. ઍક્ટર-ઍન્કર મનીષ પૉલ બિગ બીને મળવા માટે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર ગયો ત્યારે તેને સ્ટ્રિક્ટલી દૂર રાખવામાં આવ્યો હતો. મનીષને અફસોસ એ વાતનો છે કે તે બિગ બીના પગને સ્પર્શીને આશીર્વાદ પણ લઈ શક્યો નહીં. અગાઉ એવું ક્યારેય બન્યું નથી કે મનીષ મહાનાયકને મળ્યો હોય અને એ પછી તેણે ચરણસ્પર્શ ન કર્યા હોય. પહેલી વાર એવું બન્યું કે મનીષ તેમને મળ્યો અને દૂરથી જ થોડી વાતો કરીને નીકળી ગયો.
ઍક્ચ્યુઅલી કોવિડ સામે લડીને ક્ષેમકુશળ રીતે બહાર આવનાર બિગ બીને ફરીથી કોઈ તકલીફ ન આવે એ માટે બચ્ચન-ફૅમિલી, બિગ બીનો સ્ટાફ, સોની ટીવી અને ‘કૌન બનેગા કરોડપતિ’નું યુનિટ જબરદસ્ત સ્ટ્રિક્ટ છે. માત્ર કન્ટેસ્ટન્ટ જ નહીં, યુનિટ અને ચૅનલનો સ્ટાફ પણ બિગ બીની નજીક જઈ નથી શકતો કે તેમને સ્પર્શી નથી શકતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK