નચ બલિયેની આ ફેમસ જોડી તો ફેબ્રુઆરીમાં જ છુટી પડી ગઇ હતી, કરી ચોખવટ
તસવીર- ઇન્સ્ટાગ્રામ
ટીવી એક્ટ્રેસ નિત્યામી શિર્કેએ તેણે પોતાના પ્રેમી શાંતનુ મહેશ્વરી સાથેના તેના સંબંધોનો અંત આણ્યો છે.તેણે જણાવ્યા અનુસાર સંબંધોમાં કોઇ તકલીફ નહોતી પણ સાથ રહ્યો ત્યારે સમજાયું કે તેઓ સારા મિત્રો જ રહી શકે તેમ છે. 2019માં એપ્રિલમાં જ તેમણે ડેટિંગની શરૂઆત કરી હતી. વેબ સિરિઝનાં પ્રોમો શૂટમાં બિઝી આ પ્રેમીઓએ નચ બલિયેમાં પણ ભાગ લીધો અને પાંચમા સ્થાને આ જોડી પહોંચી હતી. શોમાં પાંચ મહિના કામ કરવાના આ બન્ને કલાકારો વચ્ચે બોન્ડિંગ સ્ટ્રોંગ થયું હતું પણ સમયાંતરે સમજાયું કે તેઓ એકબીજાનાં મિત્રો તરીકે બહેતર છે નહીં કે લવર્સ.
નિત્યામીએ કહ્યું કે, “શાંતનુ હજી પણ તેના જીવનનો હિસ્સો છે અને તેનો સારો મિત્ર છે.” નોંધનીય છે કે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ ત્રણ નવેમ્બરના રોજ પૂરો થયો હતો અને આ શો પૂરો થયાના થોડાંક જ મહિના બાદ શાંતનુ તથા નિત્યામી અલગ થઈ ગયા. શાંતનુ તથા નિત્યામી પહેલીવાર વેબ સીરિઝ ‘મેડિકલી યોર્સ’માં સાથે જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે ‘નચ બલિયે 9’માં બંનેએ પોતે રિલેશનશીપમાં હોવાની કબુલાત કરી હતી. શાંતનુએ ગયા વર્ષે નિત્યામી સાથેના સંબંધો અંગે કહ્યું હતું કે વેબ સીરિઝ ‘મેડિકલી યોર્સ’ના પ્રમોશન દરમિયાન તેમણે ડેટિંગની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘નચ બલિયે’માં શાંતનુ તથા નિત્યામીની જોડી પાંચમા સ્થાને રહી હતી. વર્ષ 2017માં શાંતનુ ‘ખતરો કે ખિલાડી’નો વિનર રહ્યો હતો. શાંતનુ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં રમણિક લાલનો કરશે. નિત્યામી એપ્રિલની 28મીએ મેલબોર્નથી પાચી ફરી હતી અને પછી 14 દિવસ ક્વોરેન્ટિન રહી હતી.