Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Big Boss 14: સલમાન ખાનના રિયાલીટી શોમાં નિયમો આકરા, માંદા પડ્યા તો બહાર

Big Boss 14: સલમાન ખાનના રિયાલીટી શોમાં નિયમો આકરા, માંદા પડ્યા તો બહાર

17 July, 2020 05:22 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Big Boss 14: સલમાન ખાનના રિયાલીટી શોમાં નિયમો આકરા, માંદા પડ્યા તો બહાર

શોની ચોથી સિઝનથી સલમાન ખાને શોનું હોસ્ટિંગ શરૂ કર્યુ અને શોની પ્રખ્યાતી ખુબ વધી ગઇ.

શોની ચોથી સિઝનથી સલમાન ખાને શોનું હોસ્ટિંગ શરૂ કર્યુ અને શોની પ્રખ્યાતી ખુબ વધી ગઇ.


દર્શકોને એ વાતની ભારે ઇંતેજારી છે કે સલમાન ખાનના (Salman Khan) બિગ બૉસ શો (Big Boss)માં Covid-19 પછી શું ફેર આવશે આમ પણ આ શોનો થીમ હોય છે જેમાં સેલિબ્રિટીઝ એક બીજા સાથે એક જ છત નીચે રહેતી હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર સલમાન ખાનના આ શોનાં મેકર્સ નેક્સ્ટ સિઝનની તૈયારી કરી રહ્યા છે પણ તેમાં અમુક ફેરફાર કરાશે.

કોન્ટેસ્ટન્ટ્સને લગતિ પૉલિસીઝમાં ફેરફાર કરાયો છે અને આ ફેરફાર રોગચાળાની સ્થિતિ ધ્યાનમાં રાખીને કરાયો છે. પિંકવિલા સથે વાત કરતાં એક સુત્રએ જણાવ્યું કે, “પહેલાં પાર્ટિસિપન્ટ્સને દર અઠવાડિયે પૈસા મળતા હતા પણ હવે આ સિઝનમાં દરેક પાર્ટિસિપન્ટ પહેલેથી જ નક્કી કરાયાલી એમાઉન્ટ અનુસાર કોન્ટ્રાક્ટ સાઇન કરશે તથા તેમને વિકલી પેમેન્ટ નહીં મળે. આર્થિક સંકડાશને કારણે શોમાં પાંચ જાણીતા ચહેરા હશે અને બાકી ઓછા જાણીતા ચહેરા હશે. જે પ્રકારની અચોક્કસતા ફેલાયેલી છે તે જોતાં જો શો અધવચ્ચે રોકવો પડે તો જે એપિસોડ શૂટ નથી થયા તેના પૈસા નહીં અપાય. પાર્ટીસિપન્ટ તેના સ્વાસ્થ્ય, આરોગ્ય અને ચોખ્ખાઇને આધારે ઘર ભેગા થઇ શકે છે વળી તેમના ટેમ્પરેચર્સ પણ રોજ ચેક કરાશે. જો કોઇ માંદુ પડશે તો તે ડિસ્ક્વૉલિફાઇ થઇ જશે અને શો તેમને પૈસા નહીં આપે. એવા જ લોકોની પસંદગી થશે જેમની ઇમ્યુન સિસ્ટમ સારી હોય.”



શોની ચોથી સિઝનથી સલમાન ખાને શોનું હોસ્ટિંગ શરૂ કર્યુ અને શોની પ્રખ્યાતી ખુબ વધી ગઇ. ચૌદમી સિઝન આવી છે અને બિગ બૉસ અને સલમાન ખાન એકબીજાના પર્યાય બની ગયા છે. મોટે ભાગે શો ઑક્ટોબરમાં શરૂ થતો હોય છે પણ આ વર્ષે એક મહીના મોડો શરૂ થશે. આ મહીનાની શરૂઆતમાં પ્રોડક્શન હાઉસે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યા અને ઑડિશન્સ પણ ઓનલાઇન લીધા.


મિડ-ડે સાથે વાત કરતાં એક સુત્રએ જણાવ્યું કે, “સેલિબ્રિટીઝ અને કોમનર્સ ભેગાં હશે અને અને ટીમે ત્રીસ લોકોને શોર્ટ લિસ્ટ કર્યા છે જેમાંથી સોળ જણ બિગ બૉસનાં ઘરમાં પ્રવેશ કરશે, જેમા તેર સેલેબ્રિટીઝ અને ત્રણ સામાન્ય માણસો હશે અને તમને ઘરમાં મોકલતા પહેલાં તેમનો કોરોના ટેસ્ટ થશે. સેટ અને ઘરની અંદરનો હિસ્સો પણ સેનિટાઇઝ કરાશે. સેટ ફિલ્મ સિટીમાં બનાવાયો છે અને સલમાન ખાન બાન્દ્રાથી સેટ પર આવશે અને તે પોતાના રૂમમાં જ હશે.”હજી સુધી મેકર્સે કન્ફર્મ નથી કર્યું કે કોણ પાર્ટીસિપન્ટ્સ હશે પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશ્મિતા સેનનો ભાઇ રાજીવ સેનનો સંપર્ક કરાયો છે અને તે ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છે. તેને તેની અભિનેત્રી પત્ની ચારુ અસોપા સાથે પ્રશ્નો ખડા થઇ રહ્યા છે અને આ તાણની વચ્ચે તે શોમાં પત્ની સાથે નહીં પણ એકલો જ આવે તેવી તેની ઇચ્છા છે. એવી વાતો છે કે નિઆ શર્મા, અધ્યયન સુમન વગેરે કદાચ શોમાં દેખાય. બિગ બૉસ 13માં ટેલિવિઝન સ્ટાર સિદ્ધાર્થ શુક્લા વિજેતા હોત અને રનર અપમાં મૉડલ અસીમ રિયાઝ હતો, બીજા ફાઇનલિસ્ટ્સમાં રશ્મિ દેસાઇ, આરતી સિંઘ,, પારસ છાબરા અને શહેનાઝ કૌર ગીલ હતાં.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2020 05:22 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK