ટેલિવિઝનનો જેન્ટલમૅન બન્યો સાઇકો-કિલર!

Published: Jun 24, 2020, 21:44 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

‘બડે અચ્છે લગતે હૈં’ ફેમ રામ કપૂર ઝીફાઇવની ‘અભય 2’માં માસ્ટરમાઇન્ડ ક્રિમિનલના પાત્રમાં જોવા મળશે

ઝીફાઇવની ક્રાઇમ-ડ્રામા સિરીઝ ‘અભય’ની બીજી સીઝનમાં કુણાલ ખેમુ સ્પેશ્યલ ટાસ્ક ઑફિસર. અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે. અભય પ્રતાપ સિંહ દરેક ફર્સ્ટ સીઝનના દરેક એપિસોડમાં નવા-નવા ક્રિમિનલનો સામનો કરતો હતો, પણ બીજી સીઝનમાં ફક્ત એક માસ્ટરમાઇન્ડ ક્રિમિનલ સાથે અભયનો પનારો પડશે જે બધા ક્રિમિનલનો બાપ છે. આ ક્રિમિનલ તરીકે ટીવીજગતનો લોકપ્રિય અભિનેતા રામ કપૂર જોવા મળશે. રામ કપૂરના ચાહકો તેને આ રોલમાં જોઈને દંગ રહી જવાના છે, કારણ કે ટીવી પર રામ મોટા ભાગે જેન્ટલમૅન તરીકે જોવા મળે છે.

રામ કપૂરે ‘અભય 2’નો પ્રોમો શૅર કરતાં લખ્યું કે ‘ઇસ ચોર-પુલિસ કે ખેલ મેં એક નયા શૈતાન ઘુસ ચૂકા હૈ. વો સબસે અલગ હૈ ઔર ઇસલિએ સબસે ઝ્‍યાદા ખતરનાક.’ ‘અભય 2’માં પોતાના રોલ વિશે રામ કપૂરે કહ્યું કે ‘આ પ્રોમો તો ફક્ત એક ઝલક છે. મારું કૅરૅક્ટર એક વણઊકલ્યા કોયડા જેવું છે જે દર્શકોને ચોંકાવી દેશે. મેં પહેલાં આવું પાત્ર ક્યારેય નથી ભજવ્યું અને એક વખતે તો હું પણ મને જોઈને ડરી ગયો હતો!’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK