ગળામાં રમકડું ફસાવાથી આ ટીવી અભિનેતાની દીકરીનું થયું મોત

Updated: May 10, 2019, 13:31 IST

ટીવી અભિનેતા પ્રતિશ વોરાની બે વર્ષની દીકરીનું એકાએક મૃત્યુ થવાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. પ્રતિશની દીકરીના ગળામાં રમતી વખતે રમકડાંનો એક ટુકડો ફસાઇ જવાથી મૃત્યુ થયું.

પ્રતીશ વોરા
પ્રતીશ વોરા

લોકપ્રિય ટીવી સીરિયલ પ્યાર કે પાપડમાં મહત્વની ભૂમિકા ભજવતા અભિનેતા પ્રતિશ વોરાની દિકરીના મૃત્યુથી ઇન્ડસ્ટ્રી સદમામાં છે. પ્રતિશ વોરાની દીકરી માત્ર બે વર્ષની હતી. દીકરી આ રીતે આ દુનિયા છોડીને જતી રહેવાથી પ્રતિશનો પરિવાર દુઃખમાં ડૂબેલો છે.

 
 
 
View this post on Instagram

Cuteness overloaded 😘 #cutebabies #family #indiancutebaby #littlebaby #cutiepie #babygirl #cutenessoverload

A post shared by Pratish Vora (@vorapratishofficial) onMar 28, 2019 at 6:17am PDT

સ્ટાર ભારત ચેનલ પર આવતી સીરિયલ પ્યાર કે પાપડમાં નંદૂનો પાત્ર ભજવતો અભિનેતા પ્રતિશ વોરાની દીકરીના મોતથી ટીવી સહિત બોલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં ડૂબેલા છે. મુંબઇમાં રહેતા પ્રતિશ વોરા મૂળ ગુજરાતના રાજકોટના છે. તે ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાઓ મોખરે છે. મળતી માહિતી પ્રમાણે પ્રતિશ શૂટિંગ માટે ગયો હતો.

 
 
 
View this post on Instagram

Kyu dimag ki...................

A post shared by Pratish Vora (@vorapratishofficial) onSep 4, 2017 at 3:29am PDT

આ દરમિયાન મુંબઇમાં રહેતી તેમની દીકરી પ્લાસ્ટિકના રમકડાંથી રમતી હતી. દરમિયાન રમકડાનો એક ટુકડો તૂટીને તેના ગળામાં ફસાઇ ગયો હતો જેને કારણે તે શ્વાસ લઇ શકી નહીં. જ્યાર સુધી ઘરમાં હાજર લોકો કંઇ સમજી શકે તેટલી વારમાં તો નાનકડી બાળકીએ દમ તોડ્યો.

આ પણ વાંચો : આખરે 'તારક મહેતા...'માં પાછા ફરશે દિશા વાકાણી !

પ્રતિશે એક મીડિયા હાઉસને જણાવ્યું કે તેની દીકરી ગળામાં ફસાયેલા રમકડાંના ટુકડાને કારણે મૃત્યુ પામી છે. તે દીકરીના અંતિમ સંસ્કાર માટે રાજકોટથી મુંબઇ માટે સવારની ફ્લાઇટથી નીકળી ગયો હતો. આ રીતે એકાએક દીકરીનું મોત થતાં ટીવી અને ફિલ્મ જગતના લોકો આઘાતમાં છે, અને બધાંએ શોક વ્યક્ત કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK