Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે થશે પરીક્ષા ટીચરની..આવી ગયું છે 'ટીચર ઑફ ધ યર'નું ટીઝર

હવે થશે પરીક્ષા ટીચરની..આવી ગયું છે 'ટીચર ઑફ ધ યર'નું ટીઝર

09 August, 2019 03:13 PM IST | અમદાવાદ

હવે થશે પરીક્ષા ટીચરની..આવી ગયું છે 'ટીચર ઑફ ધ યર'નું ટીઝર

આવી ગયું છે 'ટીચર ઑફ ધ યર'નું ટીઝર

આવી ગયું છે 'ટીચર ઑફ ધ યર'નું ટીઝર


અત્યાર સુધી ટીચર્સ સ્ટુડન્ટ્સની પરીક્ષા લેતા હતા પરંતુ હવે ઉંધુ થશે. એટલે કે સ્ટુડન્ટ્સ લેશે ટીચર્સની પરીક્ષા. તેમના જ્ઞાન અને તેમની ધીરજની. કારણ કે તેમને શોધવાના છે 'ટીચર ઑફ ધ યર'. બોલીવુડની ફિલ્મોથી ઢોલીવુડની આ ફિલ્મ કાંઈક હટકે છે. કારણ કે બોલીવુડમાં અવૉર્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ભાગવું પડે છે. પરંતુ અહીં શોધ છે શ્રેષ્ઠ શિક્ષકની.

'ટીચર ઑફ ધ યર'નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. જેમાં જોવા મળે છે કે વર્ષના સર્વશ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જેમની પરીક્ષા કરવા માટે અલગ અલગ શાળામાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ અને તેમણે ઉભી કરેલી પરિસ્થતિનો ટીચર્સ કઈ રીતે સામનો કરશે તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મનું ટીઝર પ્રોમિસિંગ છે, જે તમને જૂના દિવસોની યાદ અપાવશે. જેમાં ડાન્સ છે, રોમાન્સ છે અને છે ટીચર ઑફ ધ યરની દોડ.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને



ફિલ્મને વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસે ડિરેક્ટર કરી છે. જ્યારે જયંતિભાઈ ટાંક અને પાર્થ જે. ટાંકે પ્રોડ્યૂસ કરી છે. સૌનક વ્યાસ પોતે તેમાં લીડ રોલ કરી રહ્યા છે. અને તેમની સામે આલીશા પ્રજાપતિ દેખાશે. ફિલ્મના લીડ રોલ માટે સૌનક વ્યાસ અને તેમના કૉ ડિરેક્ટર-રાઈટર વિક્રમ પંચાલે ખૂબ જ ચર્ચા કરી હતી, આખરે લીડ રોલમાં સૌનક વ્યાસને જ ફાઈનલ કરાયા. ફિલ્મમાં મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે. આ તમામ નામ સાથે જ ફિલ્મ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે સૌનક વ્યાસ 'દુનિયાદારી' અને 'છૂટી જશે છક્કા' જેવી ફિલ્મમાં દેખાઈ ચૂક્યા છે. તો અલીશા પ્રજાપતિ છેલ્લે બોલીવુડ ફિલ્મ 'લવયાત્રી'માં દેખાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 03:13 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK