Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાલ કપ્તાનનું ટીઝર રીલિઝઃ ઈન્ટેન્સ લૂકમાં જોવા મળ્યા સૈફ અલી ખાન

લાલ કપ્તાનનું ટીઝર રીલિઝઃ ઈન્ટેન્સ લૂકમાં જોવા મળ્યા સૈફ અલી ખાન

16 August, 2019 02:49 PM IST | મુંબઈ

લાલ કપ્તાનનું ટીઝર રીલિઝઃ ઈન્ટેન્સ લૂકમાં જોવા મળ્યા સૈફ અલી ખાન

Pic/@ErosNow

Pic/@ErosNow


સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાન એક બદલા પર આધારિત ફિલ્મ છે. જેને નવદીપ સિંહે ડાયરેક્ટ કરી છે. ફિલ્મના મેકર્સે સૈફના જન્મદિવસે જ ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું છે. 36 સેકન્ડની આ ક્લિપમાં સૈફ અલી ખાનનો ઈન્ટેન્સ લૂક જોવા મળી રહ્યો છે. સૈફ અલી ખાન આ લૂકને લઈને ઉત્સુકતા વધી છે.

જુઓ અહીં લાલ કપ્તાનનું ટીઝરઃ




સૈફ અલી ખાન  આ ફિલ્મમાં નાગા સાધુની ભૂમિકામાં જોવા મળશે. જેના વિશે વાત કરતા સૈફે કહ્યું હતું કે, મને આ ભૂમિકા માટે મેકઅપ કરાવતા રોજના બે કલાક લાગતા હતા. એવું લાગતું હતું કે હું રોજ યુદ્ધ પર જાવ છું.

લાલ કપ્તાનનું શૂટિંગ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. સૈફે કહ્યું કે તેમને ધૂળ અને તડકામાં ફિલ્મનું શૂટિંગ કરવું પડ્યું હતું. ફિલ્મમાં હું બદલો લેવા માંગતા નાગા સાધુની ભૂમિકા ભજવું છું જે બ્રિટિશ સૈનિકને મારી નાખે છે.


આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

ફિલ્મમાં સૈફ અલી ખાનના લૂકને જેક સ્પેરોના લૂક સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જ્હોની ડેપ અને સૈફનો લૂક મળતો આવે છે. જો કે સૈફ કહે છે કે તેમના મનમાં શૂટિંગ કરતા સમયે આવો સવાલ નહોતો અને જ્યારે ફિલ્મ રીલિઝ થશે ત્યારે તેમને આ બધુ અર્થપૂર્ણ લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 02:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK