Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'બહુ ના વિચાર', જોઈ લો ભવ્ય ગાંધીની અપકમિંગ ફિલ્મનું ટીઝર

'બહુ ના વિચાર', જોઈ લો ભવ્ય ગાંધીની અપકમિંગ ફિલ્મનું ટીઝર

07 April, 2019 05:22 PM IST | અમદાવાદ

'બહુ ના વિચાર', જોઈ લો ભવ્ય ગાંધીની અપકમિંગ ફિલ્મનું ટીઝર

બહુ ના વિચાર ફિલ્મનું ટીઝર થયું રીલિઝ

બહુ ના વિચાર ફિલ્મનું ટીઝર થયું રીલિઝ


લોકો શું વિચારશે?, મારી જોડે જ આવું કેમ થાય? ,કાંઈક તો ખોટું થશે છે?..આવા વિચારો તમને પણ રોજ આવતા હશે ને! બધાને આવે છે. અને હવે તેના પર બની રહી છે ગુજરાતી ફિલ્મ. જેનું નામ છે 'બહુ ના વિચાર'. આ ફિલ્મનું ટીઝર પણ આજે રીલિઝ થઈ ગયું છે. જેટલો ઈન્ટરેસ્ટિંગ આ ફિલ્મનો કોન્સેપ્ટ છે ને એટલું જ ઈન્ટરેસ્ટિંગ છે ફિલ્મનું ટીઝર. તમે પણ જુઓ આ ટીઝર.

ફિલ્મમાં ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, રાગી જાની, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, નવજોત સિંહ ચૌહાણ સહિતના કલાકારો છે. આ ફિલ્મની ટેગલાઈનમાં લખવામાં આવ્યું છે કે 'રિઅલ લાઈફમાં બનતી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત છે.' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ઋતુલ પટેલ છે. આ ફિલ્મ પહેલી રીવર્સ બાયોપિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Video:એક્ટર ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને કેમ કહ્યું 'બઉ ના વિચાર'?



ફિલ્મનું ટ્રેલર બહુ જલ્દી જ રીલિઝ થશે અને ફિલ્મ ત્રીજી મેએ રીલિઝ થશે. તો તમે પણ બહુ ના વિચારો અને જુઓ ફિલ્મની રાહ!


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2019 05:22 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK