સગાવાદના મુદ્દે કંગના રણોતે કરીના કપૂર ખાનને કર્યા આ છ સવાલો

Published: Aug 04, 2020, 20:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કંગનાએ કહ્યું, તમે લોકોએ બૉલીવુડને બુલીવુડ બનાવી દીધું છે; કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જે દર્શકોએ અમને સ્ટાર બનાવ્યા એ લોકો જ આજે અમારી સામે આંગળી ચીંધી રહ્યા છે

કરીના કપૂર ખાન, કંગના રણોત
કરીના કપૂર ખાન, કંગના રણોત

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂ બાદ અભિનેત્રી કંગના રણોત (Kangana Ranaut) તેના પર ભડકી ગઈ છે અને સગાવાદના મુદ્દે તેને છ સવાલો કર્યા છે. કરીનાએ ઈન્ટરવ્યૂમાં સગાવાદના મુદ્દે કહ્યું હતું કે, જે દર્શકોએ અમને સ્ટાર બનાવ્યા એ લોકો જ આજે અમારી સામે આંગળી ચીંધી રહ્યા છે. જો એવું જ હોય તો તમે ફિલ્મો જોવા શા માટે જાઓ છો? કરીનાના આ નિવેદન બાદ કંગનાએ તેના પર નિશાન તાક્યું છે.

કંગના રણોતની ટીમે કરીના કપૂરના ઈન્ટવ્યૂની લિન્ક શૅર કરી લખ્યું છે કે, 'હા કરીનાજી, દર્શકોએ આપ સૌને ધનવાન અને પ્રસિદ્ધ બનાવ્યા છે. પરંતુ એમને એ ખબર નહોતી કે અયોગ્ય હોવા છતાં સફળ થઈને તમે લોકો બૉલીવુડને બુલીવુડ (ધમકાવનારી જગ્યા) બનાવી દેશો. પ્લીઝ સમજાવો.' સાથે જ આ છ સવાલો પણ પુછયા છે, તમારા બેસ્ટ ફ્રેન્ડે કંગનાને ઈન્ડસ્ટ્રી છોડવાનું શા માટે કહેલું?

1. તમારા બેસ્ટ ફ્રેન્ડે કંગનાને ઈન્ડસ્ટ્રી છોડવાનું શા માટે કહેલું?

2. મોટાં પ્રોડક્શન હાઉસોએ સુશાંતને બૅન શા માટે કરી દીધેલો?

3. એમણે કંગનાને ચુડેલ અને સુશાંતને રેપિસ્ટ શા માટે કહ્યો?

4. તમારી ઈકો સિસ્ટમે કંગના અને સુશાંતને બાયપોલર શા માટે કહ્યાં?

5. તમારા સાથી નેપો કિડે લગ્નનો વાયદો કર્યા પછીયે તેના પર પોલીસ ફરિયાદો દાખલ કરાવી?

6. કંગના અને સુશાંતને ઈન્ડસ્ટ્રીમાં હાંસિયામાં શા માટે ધકેલી દેવાયાં? એમને કેમ ક્યારેય કોઈ પાર્ટીમાં બોલાવવામાં આવતા નહીં? એમની નવી ફિલ્મની રિલીઝ પર કે એમના જન્મ દિવસ પર કોઈ એમને અભિનંદન શા માટે નથી આપતું?

તાજેતરમાં કરીના કપૂર ખાને એક ઈન્ટરવ્યૂમાં સગાવાદ વિશે કહ્યું હતું કે, લોકોને એ જાણીને ભલે નવાઈ લાગે, પણ અહીં મારે પણ સંઘર્ષ કરવો પડ્યો છે. હા, કોઈ ખિસ્સામાં દસ રૂપિયા લઈને આવેલી વ્યક્તિ જેવો મારો સંઘર્ષ રોમાંચક નથી. પરંતુ એ માટે કંઈ હું એપોલોજેટિક ફીલ ન કરું. દર્શકોએ જ અમને સ્ટાર બનાવ્યા છે, બીજા કોઈએ નહીં. આ નેપોસ્ટિક લોકોને સ્ટાર બનાવનારા લોકો જ આજે એમની સામે આંગળી ચીંધી રહ્યા છે, ખરું ને? તમે જાઓ જ છો ને ફિલ્મો જોવા? ન જાઓ. કોઈ તમને ફરજ થોડી પાડે છે? એટલે જ આ વાત મને સમજાતી નથી. મને લાગે છે કે આ સમગ્ર ચર્ચા જ વિચિત્ર છે. મુદ્દો એ છે કે તમે જે લોકોને પસંદ કરીને સ્ટાર્સ બનાવ્યા છે તેવા આજના કેટલાય સ્ટાર્સ આઉટસાઈડર્સ છે. જેમ કે, અક્ષય કુમાર, શાહરૂખ ખાન કે પછી આયુષ્માન ખુરાના કે રાજકુમાર રાવ. આ તમામ સફળ એક્ટર્સ છે કારણકે એમણે સખત મહેનત કરી છે. કરીના કપૂર હોય કે આલિયા ભટ્ટ, અમે સૌએ સખત મહેનત કરી છે. તમે અમને જોઈ રહ્યાં છો અને અમારી ફિલ્મોનો આનંદ પણ લઈ રહ્યા છો. એટલે અમને બનાવનારા કે ફેંકી દેનારા સહુ દર્શકો જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK