લંડનમાં થયું ટીમ બાહુબલીનું રોયલ રીયુનિયન, જુઓ તસવીરો

Published: Oct 19, 2019, 15:00 IST | લંડન

લંડનમાં ટીમ બાહુબલીનું રોયલ રીયુનિયન થયું છે. ફિલ્મની કાસ્ટ ફરી એકવાર સાથે જોવા મળી. જુઓ તેની તસવીરો.

બાહુબલીની ટીમ..
બાહુબલીની ટીમ..

વર્ષ 2015માં આવેલી ફિલ્મ બાહુબલીએ બૉક્સ ઑફિસના અનેક રેકૉર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી લીધું છે. એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બોલીવુડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. તમને જણાવી દઈએ કે બાહુબલીની આખી સ્ટાર કાસ્ટ રોયલ રીયુનિયન કરી રહી છે.

હાલમાં જ સાઉથ સુપરસ્ટાર પ્રભાસે પોતાના ઑફીશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી બાહૂબલીની સ્ટાર કાસ્ટ સાથેની એક તસવીર શેર કરી છે જેમાં તેમની સાથે ડાયરેક્ટર એસએસ રાજામૌલી, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબાટી પણ નજર આવી રહ્યા છે. આ તસવીરને પ્રભાસે પોતાની ફિલ્મના ડાયરેક્ટર રાજમૌલીના અકાઉન્ટથી રીપોસ્ટ કરી છે. તસવીર સાથે લખ્યું છે કે, આ એક રોયલ રીયુનિયન છે, મારી બાહુબલીની ટીમ સાથે, હું મારી ફિલ્મ બાહુબલીનો લાઈવ અનુવાદ જોવા માટે ધીરજ નથી રાખી શકતો, જે આજે સાંજે રોયલ અલબર્ટ હૉલમાં થવાનું છે.


તમને જણાવી દઈએ કે આજે એટલે કે 19 ઑક્ટોબરે લંડનમાં વર્લ્ડ પ્રીમિયર ઈવેન્ટમાં રૉયલ ફિલહારમોનિક ઑર્કેસ્ટ્રાનું લાઈવ પર્ફોર્મન્સ થવાનું છે. આ ઈવેન્ટનું આયોજન લંડનના જાણીતા રોયલ અલ્બર્ટ હૉલમાં કરવામાં આવ્યું છે. આજે હૉલમાં બાહુબલી ધ બિગિનિંગના લાઈવ મ્યુઝિક અને એમ એમ કેરવાનીના એપિક સ્કોરને દર્શાવવામાં આવશે. આ એક લાઈવ ઈવેન્ટ છે જેમાં દરેક વસ્તુ સંપૂર્ટ સિંફની ઑર્કેસ્ટ્રામાં દર્શાવવામાં આવશે.

આ પણ જુઓઃ વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

આ પહેલી વાર નથી કે જ્યારે ફિલ્મ બાહુબલી ઈન્ટરનેશનલ મંચ પર બતાવવામાં આવી રહી છે, આ પહેલા પર બાહુબલીને અનેક દેશોમાં રિલીઝ કરવામાં આવી છે જ્યારે ફિલ્મ બાહુબલીને એક ઈન્ટરનેશનલ મંચ પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ પહેલા પર બાહુબલી અનેક દેશોમાં રિલીઝ થઈ ચુકી છે જ્યાં આ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી ચુક્યો છે. વર્ષ 2015માં આવેલી ફિલ્મ બાહુબલી ધ બિગનિંગ અત્યાર સુધીની ભારતીય સિનેમાની સૌથી સારી ફિલ્મોમાંથી એક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK