Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Teacher of the Yearનું પહેલું પોસ્ટર રિલીઝ

Teacher of the Yearનું પહેલું પોસ્ટર રિલીઝ

14 August, 2019 03:37 PM IST | અમદાવાદ

Teacher of the Yearનું પહેલું પોસ્ટર રિલીઝ

Teacher of the Yearનું પહેલું પોસ્ટર રિલીઝ


સૌનક વ્યાસ અને આલીષા પ્રજાપતિની અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધી યરનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે. કેટલાક દિવસો પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. હવે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સૌનક વ્યાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું પહેલું પોસ્ટર શૅર કર્યું છે.

ફિલ્મના પોસ્ટરમાં એક બેન્ચ પર સૌનક વ્યાસ અને તેમની બાજુમાં આલીષા પ્રજાપતિ બેઠેલા છે. સૌનક વ્યાસના હાથમાં એક બોર્ડ છે, જેમાં લખેલું છે,'ઈટ્સ ઓલ અબાઉટ ગુરુ-કૂલ'. તો પોસ્ટર પર એક રસપ્રદ ટેગ લાઈન પણ લખવામાં આવી છે. જે છે 'અહીંયા ફરજિયાત ભણવાની સખત મનાઈ છે.' સામાન્ય રીતે સ્કૂલમાં એવું લખેલું હોય કે અહીં અવાજ કરવાની મનાઈ છે. જ્યારે ફિલ્મના પોસ્ટરમાં ફરજિયાત ભણવાની મનાઈ કરવામાં આવી છે. તેના પરથી લાગી રહ્યું છે કે ફિલ્મમાં શિક્ષણને એક નવા જ એન્ગલથી બતાવવામાં આવશે.




સૌનક વ્યાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું પહેલું પોસ્ટર શૅર કર્યું છે. જેની સાથે તેમણે લખ્યું છે,'એક નવો જ અનુભવ એક નવી જ પ્રથા,આવી રહી છે વર્ષ ની સૌથી રોમાંચક પરીક્ષા. Get ready for this year's biggest competition. #Teacheroftheyear. Presenting the first look.'


ફિલ્મને વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસે ડિરેક્ટર કરી છે. જ્યારે જયંતિભાઈ ટાંક અને પાર્થ જે. ટાંકે પ્રોડ્યૂસ કરી છે. સૌનક વ્યાસ પોતે તેમાં લીડ રોલ કરી રહ્યા છે. અને તેમની સામે આલીશા પ્રજાપતિ દેખાશે. ફિલ્મના લીડ રોલ માટે સૌનક વ્યાસ અને તેમના કૉ ડિરેક્ટર-રાઈટર વિક્રમ પંચાલે ખૂબ જ ચર્ચા કરી હતી, આખરે લીડ રોલમાં સૌનક વ્યાસને જ ફાઈનલ કરાયા. ફિલ્મમાં મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે.

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

આ તમામ નામ સાથે જ ફિલ્મ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે સૌનક વ્યાસ 'દુનિયાદારી' અને 'છૂટી જશે છક્કા' જેવી ફિલ્મમાં દેખાઈ ચૂક્યા છે. તો અલીશા પ્રજાપતિ છેલ્લે બોલીવુડ ફિલ્મ 'લવયાત્રી'માં દેખાઈ હતી

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 03:37 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK