ઝીટીવીના પ્રસિદ્ધ શો ‘કુરબાન હુઆ’માં પહાડી દુલ્હન બનવું તાન્યા શર્મા માટે યાદગાર બની ગયું છે. શોમાં નીલનો લીડ રોલ રાજવીર સિંહ અને ચાહતની ભૂમિકા પ્રતિભા રંતા ભજવી રહી છે. લોકોમાં તેમની જોડી ખૂબ લોકપ્રિય છે. સ્ટોરીમાં આવેલા નવા વળાંકને લઈને દર્શકોમાં ગજબનો ઉત્સાહ છે. જે ટ્વિસ્ટ આવવાનું છે એમાં દેખાડવામાં આવશે કે કાશ્મીરાનું પાત્ર ભજવતી તાન્યા શર્મા નીલ સાથે લગ્ન કરવાની છે. તાન્યા પહાડી દુલ્હનના રૂપમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. તે આકર્ષક લાલ રંગના લહેંગામાં દેખાઈ રહી છે. તેણે પારંપરિક કુંદનનાં ઘરેણાં પહેર્યાં છે. એ વિશે તાન્યાએ કહ્યું હતું કે ‘હું સંપૂર્ણ પહાડી લગ્નનાં વસ્ત્રો પહેરીને ખૂબ ઉત્સાહી છું. લહેંગો ભભકાદાર છે અને જ્વેલરી મને ઉઠાવ આપે છે. પહાડી દુલ્હનની જેમ તૈયાર થવાનો અનુભવ ખૂબ અદ્ભુત છે. હું આ પહેલાં પણ અન્ય શોમાં દુલ્હનની જેમ તૈયાર થઈ જાઉં છું, પરંતુ આ અનુભવ આહ્લાદક રહ્યો છે, કારણ કે એમાં માથા પર પટ્ટી અને અન્ય ઘરેણાં પણ છે. આ લગ્નનાં વસ્ત્રોનો અનુભવ મજાનો છે. આના જેવી મજા તો એકેયમાં નથી આવી. હંમેશાં કૉસ્ચ્યુમ ભારે અને ઉપાડવા પણ મુશ્કેલ હોય છે. જોકે આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે.’
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST