નાના પાટેકરને ક્લિનચિટ આપવા પર ભડકી તનુશ્રી, મુંબઈ પોલિસને કહી ભ્રષ્ટ

Jun 14, 2019, 17:25 IST

બોલીવૂડ અભિનેતા નાના પાટેકર સામે મુંબઈ પોલીસને કોઈ પણ સબૂત ન મળવા પર બોલીવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાનું નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા તનુશ્રી દત્તા ભડકેલી જોવા મળી હતી.

નાના પાટેકરને ક્લિનચિટ આપવા પર ભડકી તનુશ્રી, મુંબઈ પોલિસને કહી ભ્રષ્ટ
તનુશ્રીએ મુંબઈ પોલિસને કહી ભ્રષ્ટ

બોલીવૂડ અભિનેતા નાના પાટેકર સામે મુંબઈ પોલીસને કોઈ પણ સબૂત ન મળવા પર બોલીવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાનું નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા તનુશ્રી દત્તા ભડકેલી જોવા મળી હતી. તનુશ્રીએ મુંબઈ પોલીસને ભ્રષ્ટ પણ કહી દિધી હતી. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તનુશ્રીએ કહ્યું હતું કે, ભ્રષ્ટ પોલીસે એક એવા કરપ્ટ વ્યક્તિ એટલે કે નાના પાટેકરને ક્લિન ચીટ આપી દિધી જેમની પર પહેલા પણ ઘણી મહિલાઓએ ઉત્પીડન અને ધમકાવવાના આરોપ લગાવ્યા છે.

તનુશ્રીએ મુંબઈ પોલિસને કહી ભ્રષ્ટ

જણાવી દઈએ કે, તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર વર્ષ 2008માં ફિલ્મ હૉર્ન ઓકે પ્લીઝની શૂટિંગ દરમિયાન યૌન શોષણ અને છેડછાડના આરોપ લગાવ્યા હતા. તનુશ્રી દત્તાના આ આરોપ પછી ભારતમાં #metoo અભિયાન સામે આવ્યું હતું અને આ અભિયાન અંતર્ગત ઘણી મહિલાઓ સામે આવી હતી. તનુશ્રીએ નાના પાટેકર સામે પોલીસ ફરીયાદ કરી હતી અને પોલીસ દ્વારા તેની તપાસ કરાઈ હતી. જો કે અંતે તેમને ક્લિન ચીટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: 'મુંબઈ સાગા'માં થઈ જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટીની એન્ટ્રી

મંગળવારે પોલીસ તરફથી તનુશ્રી દત્તાને ઝાટકો લાગ્યો હતો કારણકે, યૌન શોષણ મામલે નાના પાટેકરને પોલીસ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, તપાસમાં નાના પાટેકર સામે કોઈ પણ પુરાવા મળ્યા નથી. પોલીસે આ કેસમાં બી સમરી ફાઈલ કરી દિધી હતી એટલે કે કોઈ પણ કેસમાં સબુત ન મળવા પર કેસની તપાસ આગળ વધી શકે તેમ ન હોય જેના કારણે તેને બંધ કરવામાં આવે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK