તાન્હાજી : ધ અનસંગ વૉરિયરએ મારી ડબલ સેન્ચુરી

Published: Jan 26, 2020, 15:41 IST | Mumbai Desk

‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને ૨૦૨૦ની બ્લૉક બસ્ટર બનાવવા માટે સૌનો આભાર.’

૧૦ જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’એ બૉક્સ-ઑફિસ પર ડબલ સેન્ચુરી મારી છે. ફિલ્મે અત્યાર સુધીમાં ૨૦૨.૮૩ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ટૅક્સ ફ્રી કરવામાં આવી છે. અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન અને શરદ કેળકરની ઍક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મે રિલીઝ થતાનાં ૬ દિવસમાં જ ૧૦૦ કરોડની ક્લબમાં દાખલ થયા બાદ દસ દિવસમાં ૧૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ ૧૫૦ કરોડમાં બની છે. તો પંદર દિવસમાં ફિલ્મે ૨૦૨.૮૩ કરોડનું કલેક્શન મેળવ્યુ છે. ફિલ્મને મળી રહેલા લોકોનાં પ્રેમને જોતા સૌનો આભાર માનતાં ટ્‍‍વિટર પર અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘તમે આપેલા પ્રેમને કારણે ફિલ્મ અનેરી સિદ્ધિ મેળવવા તરફ આગળ વધી રહી છે. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને ૨૦૨૦ની બ્લૉક બસ્ટર બનાવવા માટે સૌનો આભાર.’

202.83
અત્યાર સુધીમાં અજય દેવગન અને સૈફ અલી ખાનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’એ આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

10.26
આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’એ પહેલાં દિવસે

2.70
કંગના રનોટ, જસ્સી ગિલ અને રિચા ચઢ્ઢાની ‘પંગા’એ પહેલાં દિવસે આટલા કરોડનો બિઝનેસ કર્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK