અજય દેવગને 'તાનાજી:ધ અનસંગ વૉરિયર'માં કર્યો ફેરફાર, ધ્વજમાંથી હટાવ્યો આ શબ્દ

Updated: Jan 13, 2020, 16:21 IST | Mumbai Desk

કાસ્ટિંગથી લઈને ફિલ્મની શૂટિંગ સુધી અજય દેવગને આ પ્રૉજેક્ટની દરેક ડિટેલિંગ પર કામ કર્યું છે.

ફિલ્મ સુપરસ્ટાર અજય દેવગને પોતાની ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'ના એક સીનમાં ફેરફાર કર્યો છે અને તેણે ઇતિહાસકારો દ્વારા ઇંગિત કરવા પર ધ્વજ પરથી ઓમ શબ્દ હટાવી દીધો છે. આ અજય દેવગનની 100મી ફિલ્મ હશે. ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયર પોતાના ટ્રેલર અને ગીતોના કારણે હિટ થવાની છે. કાસ્ટિંગથી લઈને ફિલ્મની શૂટિંગ સુધી અજય દેવગને આ પ્રૉજેક્ટની દરેક ડિટેલિંગ પર કામ કર્યું છે.

આ ફિલ્મના કારણ અજય દેવગન અને કાજોલ ઘણાં સમય પછી ઑન-સ્ક્રીન ફરી સાથે દેખાશે. આ ફિલ્મમાં અજય દેવગન તાનાજી માલુસરેની મુખ્ય ભૂમિકા ભજવતા દેખાશે. તે આમાં એક મરાઠા યોદ્ધા તરીકે જોવા મળશે. જો કે, ફિલ્મમાં તાજેતરમાં જ ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં ફિલ્મના ટ્રેલરમાં હિંદવી સ્વરાજ્યના ધ્વજમાં 'ઓમ' શબ્દ લખવામાં આવ્યો હતો, હવે અજય દેવગન અને ફિલ્મના નિર્માતાઓએ આને એડિટ કરી દીધો છે.

ઇતિહાસકારોએ પણ ફિલ્મના ટ્રેલરને જોયા બાદ આ ભૂલ વિશે જણાવ્યું હતું. આ ફિલ્મ 10 જાન્યુઆરીના રિલીઝ થવાની છે. તાનાજીઃ ધ અનસંગ વૉરિયરમાં સૈફ અલી ખાન પણ છે. જે ઉદય ભાનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મને લઈને અજય દેવગન ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ માટે તેણે ખૂબ જ મહેનત પણ કરી છે અજય દેવગન બોલીવુડના મોટા અભિનેતા છે. અજય દેવગનની આ ફિલ્મમાં શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પ્રસંગ વિશે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

આ દરમિયાન ફિલ્મની ઝીણવટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી આગળ ચાલીને આને લઈને કોઇ વિવાદ ન હોય. તાજેતરમાં ફિલ્મ પાનીપતને લઈને વિવાદ થયો હતો અને ફિલ્મ પર અટકાવી દેવાની માગ પણ કરવામાં આવી હતી. અજય દેવગન ટૂંક સમયમાં જ ફિલ્મ સૂર્યવંશીમાં પણ દેખાશે. આ ફિલ્મમાં તેના સિવાય રણવીર સિંહ અને અક્ષય કુમારની પણ મુખ્ય ભૂમિકા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK