તાન્હાજીનો પહેલા દિવસનો બિઝનેસ ૧૫.૧૦ કરોડ રૂપિયા, દીપિકાની છપાકએ કર્યો ૪.૭૭ કરોડનો વકરો

Published: Jan 12, 2020, 10:38 IST | Mumbai Desk

Tanhaji's first-day business worth Rs 15 plus crores, Deepika's investor earns Rs 4 plus crores

અજય દેવગનના કરીઅરની ૧૦૦મી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયરે પહેલાં દિવસે ૧૫.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ અને સૈફ અલી ખાન પણ મહત્ત્વના પાત્રમાં છે. ફિલ્મનો ક્રિટીક્સ અને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. શનિવાર અને રવિવાર દરમ્યાન આ આંકળો પચાસ કરોડને પાર કરી જશે એવી આશા રાખવામાં આવી રહી છે. બીજી તરફ દીપિકા પાદુકોણની ‘છપાક’એ પહેલાં દિવસે ૪.૭૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ઍસિડ-અટૅક ર્સ્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પરથી પ્રેરિત આ ફિલ્મને ઘણી જગ્યાએ ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. દીપિકા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને પણ શનિવાર અને રવીવાર દરમ્યાન સારો એવો બિઝનેસ મળશે એવી આશા રાખવામાં આવી રહી છે.

જેએનયુમાં થયેલી હિંસાને લઈને ફિલ્મની રિલીઝના પહેલા જ દિવસે કમેન્ટ કરી અજય દેવગને
મોટાભાગે સેલિબ્રિટીઝ તેમની ફિલ્મની રિલીઝ પહેલાં કોઈ પણ વિવાદમાં પડવા નથી માગતા હોતા. જોકે દીપિકા પાદુકોણ બાદ અજય દેવગને પણ આ રિસ્ક ઉઠાવ્યું છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસ અગાઉ જ દીપિકાએ જેએનયુમાં હાજરી આપી હતી. જોકે એને લીધે એની ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. દીપિકાની ‘છપાક’ની સાથે અજય દેવગનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ પણ રિલીઝ થઈ છે. શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાની સાથે જ અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘મેં હંમેશાંથી એમ જ કહ્યું છે કે આપણે સત્ય શું છે એ પહેલાં જાણવા માટે રાહ જોવી જોઈએ. હું દરેક વ્યક્તિને એક જ વિનંતી કરું છું કે આપણે શાંતિ અને ભાઈચારાને આગળ વધારીએ. જાણતા-અજાણતામાં આપણે એનાથી દૂર જવાની જરૂર નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK