અજય ન હોત તો શું શાહરુખ ખાન સાથે લગ્ન કર્યા હોત કાજોલે? જાણો કાજોલનો જવાબ

Published: Nov 27, 2019, 18:54 IST | Mumbai Desk

જો કાજોલને અજય દેવગન મ મળ્યા હોત તો શું તેણે શાહરુખ ખાન સાથે લગ્ન કર્યા હોત? આ વિચિત્ર સવાલ કાજોલના એક ચાહકે તેને પૂછ્યો, દેનો જવાબ પણ તેણે આપ્યો.

કાજોલ અને શાહરુખ ખાનની જોડી હિંદી સિનેમાની સૌથી વધારે લોકપ્રિય જોડીઓમાં સામેલ છે. બન્નેએ કેટલીય સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તો, રિયલ લાઇફમાં પણ તેમની મિત્રતા ખૂબ જ જુની છે. જો કાજોલને અજય દેવગન મ મળ્યા હોત તો શું તેણે શાહરુખ ખાન સાથે લગ્ન કર્યા હોત? આ વિચિત્ર સવાલ કાજોલના એક ચાહકે તેને પૂછ્યો, દેનો જવાબ પણ તેણે આપ્યો.

હકીકતે, કાજોલે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબ સત્ર રાખ્યું, જેમાં તેણે પ્રોમિસ કર્યું હતું કે તે દરેક પ્રશ્નનો જવાબ આપશે. જ્યારે એક ચાહકે પૂછ્યું, "Would you marry srk if you didn't meet ajay?" એટલે કે જો તમે અજયને ન મળ્યા હોત તો શું એસઆરકે સાથે લગ્ન કર્યા હોત. બ્રેકેટમાં આ ચાહકે એ પણ યાદ અપાવ્યું કે કાજોલે કહ્યું કે તે દરેક સવાલનો જવાબ આપશે. કાજોલે પોતાના પ્રોમિસ પ્રમાણે જવાબ આપ્યો- શું પુરુષે પ્રપૉઝ ન કરવું જોઇએ?

આ સેશનમાં ચાહકોએ કાજોલના કરિઅર અને પર્સનલ લાઇફ સાથે જોડાયેલા અન્ય પણ રસપ્રજ સવાલો પૂછ્યા હતા, જેના તેણે બિન્દાસ જવાબ આપ્યા. ચાહકોએ પૂછ્યું કે શાહરુખ ખાન સાથે હવે તે ક્યારે કામ કરશે તો કાજોલે કહ્યું શાહરુખને પૂછો. જણાવીએ કે શાહરુખ ખાન અને કાજોલે પહેલી વાર બાઝીગરમાં કામ કર્યું હતું, જેમાં શાહરુખ ખાને એન્ટી હીરોનું પાત્ર ભજવ્યું હતું. બન્નેએ દિલવાલે દુલ્હનિયા લે જાએંગે જેવી કાળજયી ફિલ્મમાં કામ કર્યું. શાહરુખ અને કાજોલની છેલ્લી ફિલ્મ દિલવાલે છે, જેને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી હતી.

કાજોલને એક ચાહકે એ પણ પૂછ્યું કે તેનો પહેલો ક્રશ કોણ હતું? આના પર કાજોલે કહ્યું કે મેં મારા પહેલા ક્રશ સાથે લગ્ન કરી લીધા.

આ સેશનમાં કાજોલે અજયની ફેવરિટ ફિલ્મ ઝખ્મ કહી. કાજેલ હવે અજય સાથે તાનાજી-ધ અનસંગ વૉરિયરમાં દેખાશે. આ ફિલ્મમાં તેમણે તાનાજી માલુસરેની પત્ની સાવિત્રીબાઈ માલુસરેનું પાત્ર ભજવ્યું છે. ચાહકે પૂછ્યું કે સાવિત્રીબાઈ અને તેમનામાં શું કૉમન છે? આના જવાબમાં કાજોલે જણાવ્યું કે બન્નેને સાડીઓ પસંદ છે.

Kajol

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

આ સિવાય કાજોલ ત્રિભંગા શીર્ષક સાથે બનતી નેટફ્લિક્સ ઓરિજિનલમાં દેખાશે, જેને અજય દેવગન જ પ્રૉડ્યૂસ કરી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK