બૉલીવુડની ફિલ્મોની જેમ ડિજિટલ પ્લૅટફૉર્મ પણ ખૂબ પૉપ્યુલર

Updated: Jan 22, 2020, 13:40 IST | Letty Mariam Abraham | Mumbai

આ વર્ષે કેટલીક સીક્વલ, તો કેટલાક બિગ બજેટ વેબ-શો બની રહ્યા છે

મિર્ઝાપુર
મિર્ઝાપુર

બૉલીવુડની ફિલ્મોની જેમ ડિજિટલ પ્લૅટફૉર્મ પણ ખૂબ પૉપ્યુલર થઈ રહ્યું છે. આ વર્ષે કેટલીક સીક્વલ, તો કેટલાક બિગ બજેટ વેબ-શો બની રહ્યા છે

મિર્ઝાપુર 2

કાસ્ટ : અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, દિવ્યેન્દુ શર્મા અને પંકજ ત્રિપાઠી
સ્ટ્રીમિંગ સર્વિસ : ઍમેઝૉન પ્રાઇમ વિડિયો
આ ગૅન્ગસ્ટર ડ્રામાની બીજી સીઝન એપ્રિલમાં જોવા મળશે. આ સીઝનમાં કેટલાક જૂનાની સાથે નવા કલાકારો પણ જોવા મળશે. ડ્રગ્સ, ગન અને કાયદાની ઐસીતૈસી કરનારા લોકો પાવર માટે શું-શું કરતા હોય એ દેખાડવામાં આવશે. ટીઝર જોઈને વધુ ડર લાગે છે જેમાં કાલિનભૈયા કહે છે કે ‘જો આયા હૈ વોહ જાયેગા ભી, બસ મરઝી હમારી હોગી.’ આ ડાયલૉગ પરથી લાગે છે કે આ સિરીઝમાં વધુ થ્રિલ જોવા મળશે.

family-man

ધ ફૅમિલી મૅન 2

કાસ્ટ : મનોજ બાજપાઈ, શારીબ હાશમી અને પ્રિયમણિ અને સમન્થા અકિનેની
સ્ટ્રીમિંગ સર્વિસ : ઍમેઝૉન પ્રાઇમ વિડિયો
‘ધ ફૅમિલી મૅન’ની પહેલી સિરીઝને રાજ નિદીમોરુ અને ક્રિષ્ના ડીકેએ ડિરેક્ટ કરી હતી. બાળકો સાથે રમતિયાળ અને પત્ની સામે ડરીને રહેતો મનોજ બાજપાઈ એક ઇન્ટેલિજન્ટ અન્ડરકવર એજન્ટ હોય છે. શ્રીકાંત તિવારીના એ પાત્રને તે ફરી એક વાર સ્ક્રીન પર દેખાડશે. આ શો દ્વારા તેણે ફરી સાબિત કરી દેખાડ્યું છે કે તે ઇન્ડસ્ટ્રીનો સૌથી ઉત્તમ ઍક્ટર છે. જોકે તેને હંમેશાં અન્ડરરેટેડ ઍક્ટર ગણવામાં આવ્યો છે. પહેલી સીઝન સફળ પુરવાર થયા બાદ આ શોની બીજી સીઝનનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

tandav

તાંડવ

કાસ્ટ : સૈફ અલી ખાન, મોહમ્મદ ઝિશાન અયુબ, પૂરબ કોહલી, કીર્તિકા કામરા અને ડિનો મોરિયા
સ્ટ્રીમિંગ સર્વિસ : ઍમેઝૉન પ્રાઇમ વિડિયો
‘સેક્રેડ ગેમ્સ’ દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવ્યા બાદ સૈફ અલી ખાન તેનો વધુ એક વેબ-શો લઈને આવી રહ્યો છે. પૉલિટિકલ-થ્રિલર શો ‘તાંડવ’માં તે પ્રાઇમ મિનિસ્ટર બનવા માગતા નેતાનું પાત્ર ભજવતો જોવા મળશે. તે યુવાનોમાં ખૂબ લોકપ્રિય નેતા હોય છે. આ શો દ્વારા અલી અબ્બાસ ઝફર તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. ‘આર્ટિકલ ૧૫’ના લેખક ગૌરવ સોલંકીએ એની સ્ટોરી લખી છે.

83

ક્લાસ આ‌ૅફ ૮૩

કાસ્ટ : બૉબી દેઓલ, શ્રિયા સરણ, પ્રિયાંશુ ચૅટરજી
સ્ટ્રીમિંગ સર્વિસ : નેટફ્લિક્સ
શાહરુખ ખાનના પ્રોડક્શન દ્વારા બૉબી દેઓલ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ શોમાં બૉબી દેઓલ એક પોલીસ ઑફિસરમાંથી પોલીસ ઇન્સટ્રક્ટર બને છે. તે દેશના યુવાનોને દેશભક્તિ, એથિક્સ અને સન્માનથી કામ કરવા માટે પ્રેરતો જોવા મળશે. નેટફ્લિક્સ પર આ સાથે શાહરુખ ખાનની ‘બેતાલ’ પણ આવી રહી છે, જેમાં વિનીત સિંહ અને આહના કુમરા જોવા મળશે.

army

ફર્ગોટન આર્મી

કાસ્ટ : સની કૌશલ અને શર્વરી
સ્ટ્રીમિંગ સર્વિસ : ઍમેઝૉન પ્રાઇમ વિડિયો
કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ વેબ-શોનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને એ ચર્ચાનો વિષય બન્યું છે. આ ટીઝરમાં સની કૌશલના પર્ફોર્મન્સનાં પણ વખાણ થઈ રહ્યાં છે જેણે હજી સુધી તેનું ડેબ્યુ પણ નથી કર્યું. ૧૦ એપિસોડના આ શોમાં ભારતની ફ્રીડમ માટેની લડાઈને રજૂ કરવામાં આવશે. નેતાજી સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નૅશનલ આર્મી પરથી આ શો બનાવવામાં આવી રહ્યો છે.

breathe

બ્રીથ 2

કાસ્ટ : અભિષેક બચ્ચન, અમિત સાધ, નિત્યા મેનન
સ્ટ્રીમિંગ સર્વિસ : ઍમેઝૉન પ્રાઇમ વિડિયો
‘બ્રીથ’ની પહેલી સીઝનમાં આર. માધવન અને અમિત સાધે કામ કર્યું હતું. આ શો મોટા ભાગના લોકોએ પસંદ કર્યો હતો. આ શોની લોકપ્રિયતા જોઈને એની બીજી સીઝનને વધુ ઊંચાઈએ પહોંચાડવાનો એના મેકર્સનો હેતુ છે. આ શો દ્વારા અભિષેક બચ્ચન તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ શોમાં અમિત સાધ અને નિત્યા મેનન જેવા ટૅલન્ટેડ ઍક્ટર્સ પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK