તમન્ના ભાટિયા કોવિડ-19 પૉઝિટિવ

Published: Oct 04, 2020, 20:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રિપોર્ટ અનુસાર તે હૈદરાબાદની એક પ્રાઈવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સામાન્ય માણસ હોય કે પછી સેલેબ્ઝ હવે તો કોઈપણ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણથી બચ્યું નથી. બૉલીવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વધુ એક વ્યક્તિ કોરોનાની ચપેટમાં આવેલ છે. અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamanna Bhatia)નો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હૈદરાબાદમાં તેનું શૂટિંગ ચાલુ હતુ તે વખતે તેનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. રિપોર્ટ અનુસાર તે હૈદરાબાદની એક પ્રાઈવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

ઑગસ્ટમાં તમન્ના ભાટિયાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, મારા પેરેન્ટ્સને વિકએન્ડમાં કોરોના વાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. સજાગતાના ભાગરૂપે ઘરના તમામ લોકોનો તાત્કાલિક ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટનું પરિણામ હમણાં જ આવ્યું છે. ફક્ત મારા પેરેન્ટ્સનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અમે અધિકૃત અધિકારીઓને આ બાબતની જાણ કરી દીધી છે. બાકીના તમામ ફેમેલી મેમ્બર, સ્ટાફ અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભગવાનની કૃપાથી તેઓ આ મહામારીને લડત આપી રહ્યાં છે. આપ તમામની પ્રાર્થના અને આશીર્વાદ તેમને સાજા થવામાં મદદ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK