Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી પહેલી તામિલ ફિલ્મ 'પોનમગલ વંધલ'

OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી પહેલી તામિલ ફિલ્મ 'પોનમગલ વંધલ'

28 May, 2020 04:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી પહેલી તામિલ ફિલ્મ 'પોનમગલ વંધલ'

ફિલ્મમાં જ્યોતિકા વકીલની ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મમાં જ્યોતિકા વકીલની ભૂમિકામાં જોવા મળશે


સાઉથના સુપરસ્ટાર સૂર્યા અને અભિનેત્રી જ્યોતિકાની લીગલ ડ્રામા તામિલ ફિલ્મ 'પોનમગલ વંધલ' 29મે ના રોજ એમેઝોન પ્રાઈમ વીડીયો પર રિલીઝ થનારી પહેલી તામિલ ફિલ્મ છે. આવતી કાલે ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થાય તે પહેલા આજે ફિલ્મનું ડિજીટલ પ્રીમિયર કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો, કલાકારો, દિગ્દર્શકો, વગેરે સામેલ થયા હતા. સૂર્યા અને જ્યોતિકાએ આ વર્ચ્યુલ મેગા પ્રીમિયરને હોસ્ટ કર્યું હતું. ફિલ્મની ડિજીટલ રિલીઝ માટે સહુ કોઈ ઉત્સાહિત છે.

અભિનેત્રી જ્યોતિકાએ કહ્યું હતું કે, મને ખુશી છે કે મેં એક એવી ફિલ્મનું નેતૃત્વ કર્યું છે જે મહિલાઓના ચરિત્રનું ચિત્રણ કર્યું છે. જે ન્યાયની શોધમાં છે. એમેઝોન પ્રાઈમ વીડીયોની પહોચ બહુ વ્યાપક છે સાથે જ તામિલ ફિલ્મના ચાહકો માટે પણ આ બહુ સારી વાત છે.



સૂર્યાએ કહ્યું હતું કે, આ ફિલ્મ મને દર્શક અને નિર્માતા બન્ને તરીકે સંતુષ્ટ કરે છે. ફિલ્મના પ્રિવ્યૂમાં મળેલા લોકોના પ્રતિભાવથી પણ હું બહુ ખુશ છું. તેમજ આશા રાખું છું કે આ ફિલ્મ દર્શકોને પણ એટલી જ ગમશે.


'પોનમગલ વંધલ' જ્યોતિકા અને સૂર્યાના પ્રોડક્શન બેનર 2ડી એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનાવવામાં આવી છે. નિર્માતા સૂર્યા શિવકુમાર છે અને ફિલ્મનું નિર્દેશન જે જે ફ્રેડ્રિકે કર્યું છે. ફિલ્મ 29મે ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ પહેલી તામિલ ફિલ્મ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK