મનોરંજન જગતથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બૉલીવુડ અભિનેચા સંદીપ નાહરના આપઘાતનો મામલો હજી શાંત થયો નથી કે હજી એક એક્ટરના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. તમિલ ટેલિવિઝનના પ્રખ્યાત એક્ટર ઈન્દ્ર કુમારનું નિધન થયું છે. શુક્રવારે તેનો મૃતદેહ તેના મિત્રના ઘરમાં ફાંસી પર લટકેલો મળ્યો હતો.
ઈન્દ્ર કુમાર 25 વર્ષના હતા. તેઓ તમિલ ટેલિવિઝનના દિગ્ગજ કલાકારોમાંથી એક હતા. અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર ઈન્દ્ર કુમાર ગુરૂવારે રાત્રે ફિલ્મ જોઈને પેરમ્બલુર સ્થિત પોતાના મિત્રના ઘરે ગયા હતા. ત્યાં જે તેણે આત્મહત્યા કરી લીધી. અચાનક મોતના સમાચાર સાંભળીને સાઉથ સિનેમાની ઈન્ડસ્ટ્રી અને અભિનેતાના મિત્રોને હચમચાવી દીધા છે.
ઈન્દ્ર કુમારના મોતના બાદ ઘણા ફિલ્મી સ્ટાર્સે તેને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સમાચાર અનુસાર ઈન્દ્ર કુમાર શ્રીલંકન શરણાર્થી હતી. તેઓ પોતાના પરિવાર સાછે ચેન્નઈમાં રહેતા હતા. સૂત્રો અનુસાર ઈન્દ્ર કુમાર ફિલ્મોમાં ઘણા સમયથી સારા કામની શોધમાં હતા. તેને સારું કામ મળતું ન હતું અને તેની પત્ની સાથે તેના સંબંધો સારા ન હતા જેના કારણે તે ખૂબ જ હેરાન હતો. જેના કારણે તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
જોકે પોલીસને ઘટના સ્થળ પર કોઈ પણ સુસાઈડ નોટ મળી નથી. પોલીસથી મળેલી જાણકારી અનુસાર ઈન્દ્ર કુમારનો મૃતદેહ તેના મિત્રના ઘરના સીલિંગ ફૅન પર લટકેલો મળ્યો હતો. ત્યાર બાદ પોલીસે આ પૂર્ણ ઘટનાની જાણકારી આપી છે. હાલ પોલીસે ઇન્દ્ર કુમારના મોત અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
કંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26th February, 2021 15:47 ISTAmeesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ, કોર્ટે માંગ્યો જવાબ
26th February, 2021 15:41 ISTDeepika padukone સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું કામ, એક્ટ્રેસ થઈ હેરાન
26th February, 2021 15:13 ISTધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 IST