બાહુબલીની આ અભિનેત્રીને ભેટમાં મળી 2 કરોડ રૂપિયાની વીંટી

Published: Oct 09, 2019, 17:47 IST | મુંબઈ

બાહુબલીની અભિનેત્રી તમન્ના ભાટિયાને 2 કરોડની હિરાની વીંટી ભેટમાં મળી છે. જાણો કોણે તેને આ વીંટી ભેટમાં આપી.

તમન્ના ભાટિયા(તસવીરઃ latest_24x7 instagram )
તમન્ના ભાટિયા(તસવીરઃ latest_24x7 instagram )

ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડી બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શ કરી રહી છે અને ફિલ્મના નિર્માતા તેને લઈને ખુશ છે. રામચરણ પોતાના પિતા ચિરંજીવી સાથે 125મી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. ત્યારે તેમની પત્નીએ તમન્ના માટે એક આશ્ચર્યજનક વાત કરી છે. રામચરણની પત્ની ઉપાસનાએ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં તમન્ના એક વિશાળ હિરાની વીંટી પહેરેલી જોવા મળે છે.

સાથે જ તેમણે લખ્યું છે કે મિસિસ પ્રોડ્યૂસર તરફથી સુપર તમન્ના ભાટિયાને એક ભેટ. અત્યારથી તમને મિસ કરી રહી છું. જલ્દી જ મળીશું. સાથે તેમણે સઈ રા નરસિમ્હા રેડ્ડીને ટેગ કર્યું છે. તમન્નાએ આ પોસ્ટનો જવાબ દેતા કહ્યું કે, આ બોટલ ઓપનર સાથે અનેક યાદો જોડાયેલી હશે. આટલા લાંબા સમય સુધી મળીને સારું લાગ્યું, તમને જલ્દી મળવાની રહા રહેશે તમારી બહુ યાદ આવે છે.


ફિલ્મમાં ચિરંજીવીના લવ ઈન્ટરેસ્ટની ભૂમિકા તમન્નાએ નિભાવી છે. દર્શકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં તમન્ના અને ચિંરજીવીની સાથે અમિતાભ બચ્ચન, કિચ્ચા સુદીપ, રવિ કિશન જેવા કલાકારો પણ છે.

આ પણ જુઓઃ 'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

તમન્નાને જે વીંટી ભેટમાં મળી છે તેની કિંમત 2 કરોડ છે. જે દુનિયાનો પાંચમો સૌથી મોંઘો હીરો છે. હીરા સાથે તમન્ના ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. તેણે પોતાની તસવીરો પણ શેર કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK