સોનાક્ષી સિંહાના સતત કામથી તેના પપ્પા ચિંતિત

Published: 16th November, 2014 05:30 IST

પોતે સતત કામમાં વ્યસ્ત રહેતી હોવાની વાત સોનાક્ષી સિંહાને તો ઘણી ગમે છે, પણ ફિલ્મોમાંથી બ્રેક લીધા વગર સતત કામ કરવાની સોનાક્ષીની મજા તેના પરિવાર માટે ખાસ કરીને તેના પપ્પા શત્રુઘ્ન સિંહા માટે ચિંતાનો વિષય બની ગઈ છે.


આ કારણસર તેના પપ્પાએ તેને ‘તેવર’, ‘ઍક્શન જૅક્સન’ અને ‘લિન્ગા’ની રિલીઝ બાદ નાનકડો બ્રેક લેવા કહ્યું છે. સોનાક્ષીનું વજન ઘટી ગયું હોવાની જાણ થતાં તેના પરિવારનું આ મુદ્દા પર ધ્યાન ગયું હતું. પોતાના પરિવારની વાત ધ્યાનમાં લઈને સોનાક્ષી ‘તેવર’ અને ‘ઍક્શન જૅક્સન’ની રિલીઝ બાદ નાનકડો બ્રેક લઈને પરિવાર સાથે સમય વિતાવવાનું પ્લાનિંગ કરી રહી છે. ‘તેવર’ નવ જાન્યુઆરીએ જ્યારે ‘ઍક્શન જૅક્સન’ પાંચ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK