તૈમુરને બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલી રહ્યા છે સૈફ-કરીના ?

Updated: Sep 23, 2019, 11:27 IST | મુંબઈ

બોલીવુડ દીવા કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર બે વર્ષનો થઈ ચૂક્યો છે. ક્યૂટ ક્યૂટ તૈમુર સોશિયલ મીડિયા પર સૌનો ફેવરિટ છે. તૈમુરના હોર્સ રાઈડ કરતા, ફૂટબોલ રમતા, બાસ્કેટ બોલ રમતા ફોટોઝ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાઈરલ થાય છે.

કરીના કપૂર અને તૈમુર
કરીના કપૂર અને તૈમુર

બોલીવુડ દીવા કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર બે વર્ષનો થઈ ચૂક્યો છે. ક્યૂટ ક્યૂટ તૈમુર સોશિયલ મીડિયા પર સૌનો ફેવરિટ છે. તૈમુરના હોર્સ રાઈડ કરતા, ફૂટબોલ રમતા, બાસ્કેટ બોલ રમતા ફોટોઝ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાઈરલ થાય છે.

જો કે હવે સમાચાર સામે આવ્યા છે કે લાખો લોકોના લાડલા તૈમુરને સૈફ અને કરીના બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલી શકે છે. તાજેતરમાં જ એક ચેટ શોમાં તૈમુરના ભવિષ્ય અંગે વાત કરતા કરીના કપૂરે કહ્યું હતું કે તે અને સૈફ તૈમુરને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવા પર વિચાર કરી રહ્યા છે. પિંકવિલાના અહેવાલ મુજબ કરીના કપૂરે કહ્યું છે,'હું અને સૈફ બંને એગ્રી છીએ. હાલ મારી પાસે એવા લોકો નથી જે તેને ટ્રેઈન કરી શકે. લોકો જ્યારે તૈમુરના ફોટા જોઈને કહે છે કે આ ફોટોઝ જોઈને હું ખુશ થઈ જાઉં છું ત્યારે મને બહુ વિચિત્ર લાગે છે, કારણ કે હું કોઈના ફોટોઝ જોઈને એમ નથી કહેતી કે હા, આ ફોટો જોઈને હું ખુશ છું. હું આવી જ છું.'

પિંકવિલાએ કરીના કપૂરને ક્વોટ કીરને લખ્યું છે,'જો અમે સામાન્ય જીવન જીવી શકીએ તો સારુ છું, અમે તેના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.' આ જ ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે તૈમુરના ફેવરિટ પ્રશ્ન વિશે પણ વાત કરી. કરીનાએ કહ્યું કે તૈમુર હંમેશા એ જ પૂછ્યા કરે છે,'અબ્બા કિધર હૈ, અબ્બા કિધર હૈ... દિવસમાં દસ વાર એ આ જ સવાલ કર્યા કરે છે. બાથરૂમમાં હોય તો પણ..'

 
 
 
View this post on Instagram

Happy birthday my darling bebo ! We love you ❤️❤️❤️ Direction by @gauravvkchawla 👆🏼 @diljitdosanjh #happybirthdaybebo #pataudidiaries

A post shared by KK (@therealkarismakapoor) onSep 20, 2019 at 11:45am PDT

કરીના કપૂર હાલ પોતાના 39મા જન્મદિવસની ઉજવણી માટે હરિયાણાના પટૌડી પેલેસમાં છે. જ્યાં તેણે પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. કરિશ્મા કપૂરે પરિવાર સાથેની ઉજવણીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. જેમાં કરીના ખુશુખુશાલ રીતે કેક કાપતી દેખાતી હતી. આ વીડિયોમાં કરીના કપૂર વ્હાઈટ કૂર્તા પાયજામા અને ગોલ્ડન એસેસરીઝમાં દેખાઈ હતી. આ ઉપરાંત કરિશ્મા કપૂરે એક ફોટો પણ શૅર કર્યો હતો જેમાં કરીના અને સૈફ એકબીજાને પ્રેમથી કિસ કરતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂરે તાજેતરમાં જ હોમી અદજાણિયાની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂરુ કર્યુ છે, જેમાં તેની સાથે ઈરફાન ખાન છે. અંગ્રેજી મીડિયમ 2017માં આવેલી ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. આ ઉપરાંત કરીના કપૂર અક્ષયકુમાર, કિયારા અડવાણી, દિલજીત દોસાંજ સાથે ગૂડ ન્યૂઝ અને કરણ જોહરની ફિલ્મ તખ્તમાં કામ કરી રહી છે. તખ્તમાં કરીના કપૂર સાથે રણવીરસિંહ, અનિલ કપૂર, વિકી કૌશલ, જાન્હવી કપૂર, ભૂમિ પેડણેકર અને આલિયા ભટ્ટ પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK