Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે તૈમુરે લગાવ્યા ગણપતિના નારા, વીડિયો થયો વાઈરલ

જ્યારે તૈમુરે લગાવ્યા ગણપતિના નારા, વીડિયો થયો વાઈરલ

10 September, 2019 05:34 PM IST | મુંબઈ

જ્યારે તૈમુરે લગાવ્યા ગણપતિના નારા, વીડિયો થયો વાઈરલ

જ્યારે તૈમુરે લગાવ્યા ગણપતિના નારા, વીડિયો થયો વાઈરલ


બોલીવુડના સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્ર તૈમુર અલી ખાન ફેન્સના ફેવરિટ સ્ટારકિડ છે. સોશિયલ મીડિયા સેન્સેશન તૈમુરના ફોટોઝ અને વીડિયોઝ જબરજસ્ત વાઈરલ થઈ જાય છે. લોકો તૈમુરને પોતાના બાળક જેટલો જ પ્રેમ આપે છે. અને હવે ફરી એકવાર તૈમુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

વીડિયોમાં તૈમુર પોતાના મામા અરમાન જૈન સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં તૈમુરે ઝભ્ભો લેંઘો પહેર્યો છે. સાથે જ તે ભગવાન ગણેશના નારા લગાવી રહ્યા છે. આ વીડિયો ખૂબ જ નાનો છે. એટલે વીડિયોમાં તૈમુર અલી ખાન 'મંગલમૂર્તિ મોરયા' બોલતા દેખાઈ રહ્યા છે.




તૈમુર સોશિયલ મીડિયા પર એટલા પોપ્યુલર છે કે તેમના નામે સંખ્યબંધ સોશિયલ મીડિયા અકાઉન્ટ બનેલા છે. આ અકાઉન્ટસ પર તૈમુરના ફોટોઝ અને વીડિયોઝ શૅર થતા રહે છે. કેટલાક દિવસો પહેલા પણ તૈમુરનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ મમ્મી કરીનાને યોગ કરતા જોઈ રહ્યા હતા.


ટાઈમ લેપ્સ વીડિયોમાં તૈમુર ટ્રેડમિલ પર બેઠા બેઠા માતા કરીનાને યોગ કરતા જોતા હતા. આ વીડિયોમાં કરીના કપૂર સૂર્ય નમસ્કાર કરી રહી છે. અને ટ્રેડ મિલ પર બેસીને તૈમુર તેને જોઈ રહ્યો છે. આ વીડિયોમાં કેઝ્યુઅલ ગેટઅપમાં તૈમુર ક્યુટ લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ આ છે એવા સેલિબ્રિટી કપલ, જેમના લગ્ન રહ્યા છે નિષ્ફળ 

કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો કેટલાક દિવસ પહેલા જ તે લંડનમાં ફિલ્મનું શૂટિંગ પુરુ કરીને પાછી ફરી છે. આ દરમિયાન સૈફ અલી ખાન અને તૈમુર પણ તેની સાથે લંડનમાં જહ તા. કરીના ફિલ્મના શૂટિંગ વચ્ચે ભારત પણ આવતી હતી. તે રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે પણ દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 05:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK