પિતા સૈફ અલી ખાની પાછળ-પાછળ ફિલ્મ સ્ટુડિયો પહોંચ્યો તૈમૂર, જુઓ તસવીરો

Published: Sep 28, 2019, 17:55 IST | મુંબઈ

જ્યારે પિતા સૈફ અલી ખાનની પાછળ પાછળ ફિલ્મ સ્ટુડિયો પહોંચ્યા સૈફ અલી ખાન. જુઓ તેની ક્યુટ તસવીરો.

જુઓ તૈમૂરની ક્યુટ તસવીરો..
જુઓ તૈમૂરની ક્યુટ તસવીરો..

તૈમૂર અલી ખાન ખૂબ જ માસૂમ અને ક્યૂટ છે. તેઓ કાંઈકને કાંઈક એવું કરતા રહે છે જેનાથી તેઓ સમાચારોમાં છવાયેલા રહે છે. જો કે તેની માતા કરીના કપૂર ખાન તેનાથી પરેશાન રહે છે. તેમને તૈમૂરનું લાઈમ લાઈટમાં રહેવું પસંદ નથી. પરંતુ સોશિયલ મીડિયા અને મીડિયાવાળા પણ શું કરે! તૈમૂર છે એટલો ક્યૂટ કે તેમના ફોટો ક્લિક થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હવે તૈમુરનો એક એવો ફોટો સામે આવ્યો છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Lil #taimuralikhan ❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 27, 2019 at 10:39pm PDT


એવું લાગી રહ્યું છે કે કરીના કપૂર ખૂબ જ બિઝી છે એટલે પિતા સૈફ અલી ખાન જ તૈમૂરનું ધ્યાન લાખી રહ્યા છે. સૈફ આજે તૈમૂરને લઈને ફિલ્મ સ્ટુડિયો પહોંચ્યા. ગાડીથી ઉતરીને સૈફ સ્ટુડિયો તરફ ચાલવા માંડ્યા અને તૈમૂર પોતાના નાના નાના ડગલાં ભરીને પાપા સૈફની પાછળ ચાલવા લાગ્યા.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ફોટોગ્રાફરે સૈફની પાછળ ચાલતા તૈમૂરનો ફોટો લઈન લીધો. આ તસવીરમાં સૈફ વ્હાઈટ કુર્તા અને પજામામાં નજર આવી રહ્યા છે. જ્યારે તૈમૂર વ્હાઈટ સ્લોગન ટીશર્ટ અને ડાર્ક જીન્સમાં હતા. સાથે વ્હાઈટ સ્નીકર્સ પણ ખરા. ફિલ્મોની વાત કરીએ તો સૈફ અલી ખાન જલ્દી જ લાલ કપ્તાનમાં નજર આવશે. જેનું બીજું ટ્રેલર પણ આવી ચુક્યું છે. લાલ કપ્તાનમાં સૈફ સાથે સોનાક્ષી પણ છે. તો કરીનાની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK