Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે તૈમુરે કર્યું એવું કામ, કે ફોટો થઈ ગયો વાઈરલ

હવે તૈમુરે કર્યું એવું કામ, કે ફોટો થઈ ગયો વાઈરલ

25 July, 2019 02:44 PM IST | લંડન

હવે તૈમુરે કર્યું એવું કામ, કે ફોટો થઈ ગયો વાઈરલ

હવે તૈમુરે કર્યું એવું કામ, કે ફોટો થઈ ગયો વાઈરલ


કરીના કપૂર અને સૈફ અલી ખાનના સુપુત્ર તૈમુર અલી ખાન સોશિયલ મીડિયા સેન્સેશન છે. કદાચ તૈમુરની લોકપ્રિયતા કેટલાક એ ગ્રેડના સ્ટાર્સ કરતા પણ વધુ છે. તૈમુરના ફોટોઝ આવતાની સાથે જ વાઈરલ થઈ જાય છે અને એટલે જ સૈફના ઘરની બહાર પેપેરાઝીઓની લાઈન લાગે છે. તૈમુરની ક્યુટનેસના કારણે જ લાખો લોકો તેના ફેન્સ છે.

ફરી એકવાર તૈમુરે કંઈક એવું કર્યું છે કે તેનો ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તૈમુરની સાથે સાથે તેની બહેન ઈનાયા ખેમુ પણ છે. હવે તૈમુરનો જે ફોટો સામે આવ્યો છે, તેણે સોશિયલ મીડિયા પર લોકોને દિવાના બનાવી દીધા છે. તૈમુરની ક્યુટનેસ સાથે હવે ફોટોમં ઈનાયાની નિર્દોષતા પણ ઉમેરાઈ છે.



લંડનમાં પરિવાર સાથે વેકેશન મનાવી રહેલા તૈમુર સાથે હવે બહેન ઈનાયા પણ જોડાઈ છે. બંનેના સાથે કેટલાક ફોટોઝ વાઈરલ થઈ ચૂક્યા છે. હવે જે ફોટો સામે આવ્યો છે, તેમાં બંને ઓરેન્જ કપડામાં દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં ઈનાયા અને તૈમુર છોડને પાણી આપતા દેખાઈ રહ્યા છે.


 
 
 
View this post on Instagram

#taimuralikhan #innayakhemu ❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onJul 24, 2019 at 8:02am PDT


આ પહેલા 18 જુલાઈએ કુણાલ ખેમુએ તૈમુર અને તેની બહેન ઈનાયા નૌમી ખેમુનો એક મસ્ત ફોટો શૅર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર કુણાલ ખેમુએ શૅર કરેલા આ ફોટોમાં તૈમુર અને ઈનાયા એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જતા દેખાયા હતા.. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ ફોટો પર લોકોને ખૂબ જ ગમ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ સૈફ અલી ખાન નીતિન કક્કડની ફિલ્મ 'જવાની જાનેમન'નું શૂટિંગ લંડનમાં કરી રહ્યા છે. તો કરીના પણ પોતાની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ના શૂટિંગ માટે લંડનમાં છે. જેને કારણે તૈમુર પણ લંડન પહોંચ્યો છે. કેટલાક દિવસો પહેલા સોહા અલી ખાન અને કુણાલ ખેમુ પણ પુત્રી ઈનાયા સાથે લંડન પહોંચ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 02:44 PM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK