Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક તરફ તૈમૂર તો બીજી બાજુ હ્રિતિકના દીકરાએ વગાડ્યું ગિટાર

એક તરફ તૈમૂર તો બીજી બાજુ હ્રિતિકના દીકરાએ વગાડ્યું ગિટાર

20 February, 2019 05:43 PM IST |

એક તરફ તૈમૂર તો બીજી બાજુ હ્રિતિકના દીકરાએ વગાડ્યું ગિટાર

એક તરફ રે અને બીજી બાજુ તૈમુર

એક તરફ રે અને બીજી બાજુ તૈમુર


વધતી ઉંમર સાથે દરરોજ તૈમૂર કંઈક નવું કરે અને શીખે છે. એવામાં હવે તેણે ગિટાર પ્લે કરવાના લેસન લેવાના પણ શરૂ કરી દીધા છે. તો હ્રિતિક રોશનનો દીકરો આ બાબતે પણ તેને જબરજસ્ત ટક્કર આપી રહ્યો છે. જાણો બન્નેમાંથી કોણ કેટલો મોટો સ્ટાર...

તૈમૂર ખૂબ જ નાની ઉંમરમાં પોતાની ક્યૂટનેસને કારણે ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે. આ વખતે તૈમૂરની એક જુદી જ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર તેમ જ વીડિયોમાં તે ગિટાર વગાડતો જોવા મળે છે. તૈમૂર ખૂબ જ ખુશીથી એક ચબૂતરા પર બેસીને પોતાના જેવી જ નાની ગિટાર વગાડે છે. આ પહેલા તે ક્યારેક હોર્સ રાઈડિંગ કરતા તો ક્યારેક ડૉગી સાથે પાર્કમાં બોલથી રમતો જોવા મળ્યો. દર વખતે તૈમૂર કંઈકને કંઈક નવું કામ કરતો જોવા મળે છે. તો કરીના અને સૈફ પણ તેની વધતી ઉંમરમાં વસ્તુઓ શીખવાની ઈન્વોલ્વમેન્ટને પણ સોશિયલ મીડિયા પર શૅર કરવાથી ચૂકતા નથી.



તૈમુર ગિટાર વગાડતા શિખ્યો


Taimur with Uncle Jahan Kapoor, અંકલ જહાન કપૂર સાથે તૈમૂર

અંકલ જહાન કપૂર સાથે તૈમૂર


હકીકતે તાજેતરમાં તૈમૂરનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે પોતાની માતા કરીનાની સંબંધી અંકલ જહાન કપૂર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે જહાન વેટરન એક્ટર શશિ કપૂરનો દીકરો છે. તૈમૂર તેની સાથે પાર્કમાં બેસીને ગિટાર વગાડવાના લેસન લે છે. બાળનવાબ તૈમૂર હસતા હસતા જહાન તરફ જુએ છે અને ગિટાર શીખવાની મજા માણે છે. દરમિયાન તૈમૂરે ડાર્ક બ્લૂ કલરની ટીશર્ટ અને લોવર પહેર્યું છે. આ વીડિયો એટલો ક્યુટ છે કે લોકો તેને વારંવાર જુએ છે. તો અત્યાર સુધી આ વીડિયોને 11 હજાર વીવ્સ મળી ચૂક્યા છે. તો અભિનેતા હ્રિતિક રોશનનો દીકરો રિહાન પણ કોઈ રૉકસ્ટારથી ઓછો નથી.

આ પણ વાંચો : તૈમૂરે મોમ કરીના કપૂર ખાન સાથે કર્યું ટ્વિનિંગ, બંને લાગી રહ્યા છે ક્યુટ

હ્રિતિકનો દીકરો પણ કોઈ રૉકસ્ટારથી ઓછો નથી.

રીહાન રોશન, Rihan Roshan (Ray)

રીહાન રોશન

હ્રિતિક રોશનના દીકરા રિહાનનો પહેલો પબ્લિક કોન્સર્ટ હતો જેમાં તેના દીકરાએ ગિટાર પ્લે કર્યું હતું. હ્રિતિકને દીકરાની કામયાબીની એટલી બધી ખુશી થઈ કે તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું, "પ્રાઉડ ઑફ યૂ, રે" રિહાનની સાથે તેના 4 મિત્રોએ પણ આ રૉક શોમાં ભાગ લીધો હતો. જેને મ્યુઝિક ટીચર શોએ ટ્રેન્ડ કર્યું છે. તો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હ્રિતિકની સુપર 30 જાન્યુઆરીના રિલીઝ થવાની હતી પણ હવે તે મહિનાઓ પછી રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ આનંદ કુમારના જીવનથી પ્રેરિત છે જે સુપર 30 કોચિંગ સેન્ટરના સંચાલક છે અને દર વર્ષે તેમના સેન્ટરમાંથી 30 બાળકો IIT-JEEમાં સિલેક્ટ થાય જ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 05:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK