Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાઇ લા, સૈફના ઇન્ટરવ્યુમાં દોડ્યો ટેણીયો તૈમુર, જુઓ કેવી મજા પડી

હાઇ લા, સૈફના ઇન્ટરવ્યુમાં દોડ્યો ટેણીયો તૈમુર, જુઓ કેવી મજા પડી

27 March, 2020 12:56 PM IST | Mumbai

હાઇ લા, સૈફના ઇન્ટરવ્યુમાં દોડ્યો ટેણીયો તૈમુર, જુઓ કેવી મજા પડી

તૈમુર દોડી ગયો ચાલુ ઇન્ટરવ્યુમાં

તૈમુર દોડી ગયો ચાલુ ઇન્ટરવ્યુમાં


થોડા વર્ષ પહેલાં એક એવો વીડિયો વાઇરલ થયો હતો જેમાં પિતા વીડિયો કોન્ફરન્સ પર કોઇ ન્યુઝ ચેનલને કોઇ ઘટના અંગે ટિપ્પણી આપી રહ્યા હતા અને તેમાં પાછળથી તેનાં બાળકો ફ્રેમમાં આવી ગયા અને પછી પિતાએ ગંભીર ચહેરો રાખીને પોતાની વાત ચાલુ રાખવી પડી હતી. આવું જ કંઇ કર્યું છે ટેણિયા તૈમુરે.બુધવારે જ્યારે બૉલીવુડ સ્ટાર સૈફ અલી ખાન એક ચેનલને લાઇવ ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્રણ વર્ષનો તૈમુર ઇન્ટરવ્યુમાં ધસી ગયો.લાઇવ ઇન્ટરવ્યુ આપી રહેલા સૈફ અલી ખાને દીકરા તૈમુરને તરત ખોળામાં બેસાડવો પડ્યો અને પછી ઇન્ટરવ્યુ ચાલુ રાખવો પડ્યો.

એક અંગ્રેજી ચેનલને ઇન્ટરવ્યુ આપી રહેલા સૈફ અલી ખાન સાથે આ ઘટના થઇ હતી.સૈફ અલી ખાન ટેલિવિઝન એંકર સાથે વાત કરી રહ્યા હતા અને લિવિંગ રૂમમાં બેઠા બેઠા તે ચેનલ માટે લાઇવ સંવાદ સાધી રહ્યા હતા.સૈફ દેશમાં કોરોનાને લીધે થયેલા લૉકડાઉનની ચર્ચા કરી રહ્યા હતા અને ત્યાં અચાનક જ તૈમુર તેના પપ્પાને મળવા પહોંચી ગયો.સૈફે તરત જ તાકિદ કરી કે તૈમુરને ત્યાંથી લઇ જવામાં આવે પણ એંકરે સૈફને તૈમુર સાથે વાત કરવા કહ્યું. ઐંકરના કહેવાથી સૈફે કોઇને પૂછ્યું કે આ ટીવી પર બતાડીએ કે કેમ?બની શકે કે તે પોતાની પત્ની કરીનાને આ સવાલ કરતા હોય અને પછી સૈફે તૈમુરને ખોળામાં બેસાડી દીધો.તૈમુરને એંકરે સવાલ કર્યા પણ તૈમુરને તો એક જ વાત જાણવામાં રસ હતો કે એંકર પોતે ક્યાંથી વાતી કરી રહી છે.




 થોડીવાર પછી સૈફે તૈમુરને ત્યાંથી પાછો મોકલી દીધો.તૈમુર હલ્કનું મોહરું પહેરીને બેઠો હતો પિતા સૈફનાં ખોળામાં. તે પોતાના સ્ટાર પેરન્ટ્સ કરતાં વધુ સોશ્યલ મીડિયા પર વધુ ફેમસ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 12:56 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK