આયુષ્માનનો ભાઈ કહેવા પર પત્ની તાહિરાએ ટ્રોલર્સને આપ્યો આ જવાબ

મુંબઈ ડેસ્ક | Jul 01, 2019, 18:31 IST

તાહિરા કશ્યપ દરેક વાતનો કૉન્ફિડેન્સથી જવાબ આપે છે પછી તે તેના અને આયુષ્માનના સંબંધો વિશે હોય કે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવાની બાબત હોય.

આયુષ્માન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે
આયુષ્માન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે

આયષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ખૂબ જ કૉન્ફિડેન્ટ અને બૉલ્ડ મહિલા છે. કોઇપણ મુદ્દે વાત કરતાં તે ખચકાટ અનુભવતી નથી. તાહિરા દરેક વાતનો કૉન્ફિડેન્ટ્લી જવાબ આપે છે. પછી તે ભલે ને તેના અને આયુષ્માનનાં સંબંધો વિશે હોય કે ટ્રોલર્સને જડબાતોડ જવાબ હોય.

આ વખતે પણ તાહિરાએ ટ્રોલર્સ સાથે કંઈક આવું જ કર્યું છે. તમને યાદ હોય તો તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેણે કેન્સર સામે તો લડી લીધું પણ એ દરમિયાનની ટ્રીટમેન્ટમાં તેના માથાના બધાં વાળ ઉતરી ગયા. એક સમયે તાહિરા બોલ્ડ થઇ ગઈ. ત્યાર પછી તાહિરાના જ્યારે નવા વાળ આવ્યા ત્યારે તેણે બૉયકટ હેરસ્ટાઇલ રાખવાનું શરૂ કર્યું. તેની આ હેરસ્ટાઇલને લઈને લોકોએ તેને ઘણીવાર આયુષ્માન ખુરાનાનો ભાઈ કહીને ટ્રોલ કરી.

તાજેતરમાં જ આયુષ્માનની ફિલ્મ 'આર્ટિકલ 15'ની સ્ક્રિનિંગ પર પહોંચી હતી. ત્યાર પછી તેણે આયુષ્માન સાથે એક તસવીર શેર કરી અને ટ્રોલર્સને સરળતાથી જવાબ આપ્યો. તાહિરાએ આયુષ્માન સાથે શેર કરેલી તસવીરના કૅપ્શનમાં લખ્યું કે, ભાઈ ભાઈઓ જોક્સ સાંભળી લીધા છે કે હવે જ્યારે પણ હું આયુષ્માનને મળું છું ત્યારે બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હોય છે - "તું મેરા, તું મેરા, તું મેરા ભાઈ નહીં હૈ."

આ પણ વાંચો : આર્ટિકલ 15 : આયુષ્માને લોકોને થિએટરમાં જવા મજબુર કર્યા, આટલી થઈ કમાણી

ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને આયુષ્માનની કારકિર્દીની બીજી મોટી ઓપનિંગ મળી છે. સાથે ફિલ્મને સારું ઓપનિંગ વીકએન્ડ કલેક્શન પણ મળ્યું છે. ફિલ્મને કબીર સિંહની જબરજસ્ત કૉમ્પિટિશન વચ્ચે પણ સારું કલેક્શન મળ્યું છે. ફિલ્મ આર્ટિકલ 15 અનુભવ સિન્હાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ ઉત્તરપ્રદેશમાં થયેલા એક દુષ્કર્મની સાચી ઘટના પર આધારિત છે, જેણે આખા સમાજની સિસ્ટમને હલબલાવી મૂકી. ફિલ્મના સંવાદોમાં એક જાતિનું ખાસ રેફરન્સ હોવાને કારણે કેટલીક જગ્યાએ આ ફિલ્મને વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK