Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂલભૂલૈયા 2માં એન્ટ્રી થઈ તબુની

ભૂલભૂલૈયા 2માં એન્ટ્રી થઈ તબુની

15 November, 2019 10:32 AM IST | Mumbai

ભૂલભૂલૈયા 2માં એન્ટ્રી થઈ તબુની

તબુ

તબુ


‘ભૂલભૂલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની સાથે હવે તબુ પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી અક્ષયકુમાર અને વિદ્યા બાલનની ‘ભૂલભૂલૈયા’ની સીક્વલ છે. આ સીક્વલને અનીસ બઝમી ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફરહાદ સામજી અને આકાશ કૌશિકે લખી છે. એવું જાણવા મળ્યું છે કે તબુને આ ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ પસંદ પડ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ લંડન અને રાજસ્થાનમાં કરવામાં આવશે. ફિલ્મને ભૂષણ કુમાર, કિશન કુમાર અને મુરાદ ખેતાની પ્રોડ્યુસ કરશે. ૨૦૨૦ની ૩૧ જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં તબુની એન્ટ્રી થવાની છે એ જાણીને કાર્તિક ખૂબ ખુશ થઈ ઊઠ્યો હતો. તબુનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ભૂલભૂલૈયા 2’ના વર્લ્ડમાં તબુ મૅમ તમારું સ્વાગત છે. ફિલ્મના શૂટિંગને લઈને ખૂબ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 10:32 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK