Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અન્ય રિયલિટી શોથી અલગ હશે સ્ટાર પ્લસનો શો 'તારે ઝમીન પર'

અન્ય રિયલિટી શોથી અલગ હશે સ્ટાર પ્લસનો શો 'તારે ઝમીન પર'

29 June, 2020 08:30 PM IST | Mumbai
Nirali Dave

અન્ય રિયલિટી શોથી અલગ હશે સ્ટાર પ્લસનો શો 'તારે ઝમીન પર'

અન્ય રિયલિટી શોથી અલગ હશે સ્ટાર પ્લસનો શો 'તારે ઝમીન પર'


સ્ટાર પ્લસ ‘તારે ઝમીન પર’ નામનો નવો સિન્ગિંગ રિયલિટી શો લાવી રહ્યું છે. નામ પ્રમાણે જ આ શો બાળકોને તેમની ગાયનપ્રતિભા રજૂ કરવાની તક આપશે. આ શોની એક ખાસ બાબત એ હશે કે એમાં અગાઉના સિન્ગિંગ શોની જેમ બાળકો પર ઍલિમિનેશનનો તણાવ નહીં રહે. આ ઉપરાંત શોમાં જજ પણ નહીં હોય, પરંતુ એને બદલે ખાસ માર્ગદર્શકો હશે જેઓ બાળકોને તૈયાર કરશે અને તાલીમ આપશે. 

‘તારે ઝમીન પર’ના મેકર્સે શો માટે શંકર મહાદેવન, ટોની કક્કર અને જોનિતા ગાંધીની મેન્ટર્સ તરીકે પસંદગી કરી છે. તો શોના હોસ્ટ વિશે પણ મેકર્સે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બાળકોનો શો હોવાથી ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ ફેમ આકૃતિ શર્મા શો હોસ્ટ કરશે અને શોમાં કૉમેડીનો તડકો ઉમેરવા માટે જાણીતી કૉમેડિયન સુગંધા મિશ્રા પણ હોસ્ટિંગમાં સાથ આપશે.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 08:30 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK