શું તારક મહેતા શૉનો ટપૂ મહાભારતનો હિસ્સો રહી ચૂક્યો છે, વાંચો આ છે હકીકત

Updated: May 17, 2020, 18:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાજ અનડકટ આની પહેલા પણ કેટલાક શૉનો હિસ્સો રહી ચૂક્યો છે. મોટાભાગના લોકો એ પણ નથી જાણતા કે ટપૂ શાહીર શેખની મહાભારત સીરિયલનો હિસ્સો રહી ચૂક્યો છે.

રાજ અનડકટ
રાજ અનડકટ

આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસને રોકવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનની અવધિ 31 મે સુધી વધારવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. તો કેટલાક ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

ત્યારે સૌની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં પાત્રો ઘણી ચર્ચાનો વિષય બની ગયા છે. જેઠાલાલથી લઈને ટપૂ બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી દીધી છે. દર્શકોનું મનોરંજન કરવા આ સીરિયલ સૌથી આગળ રહી છે. આ શૉના બધા પાત્રો ઘણા લોકપ્રિય છે. ટપૂ શૉનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સૌથી વધુ પસંદ કરેલો પાત્ર છે. ભવ્ય ગાંધીએ પહેલા ટપૂની ભૂમિકા ભજવી હતી અને બધા દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. જોકે કેટલાક વર્ષ પહેલા જ એણે શૉ છોડી દીધો હતો અને એની જગ્યા રાજ અનડકટે લઈ લીધી, જેના અભિનયથી ફૅન્સ ઘણા પ્રભાવિત થયા છે. રાજ અનડકટે ક્યારે પણ એવું લાગવા નહીં દીધું કે તપૂ બદલાય ગયો છે અને ટપૂના ચરિત્રને પણ એટલો જ અદ્ધુત બનાવી દીધો કે જેટલો ભવ્ય ગાંધી ભજવતો હતો. રાજ અનડકટ આની પહેલા પણ કેટલાક શૉનો હિસ્સો રહી ચૂક્યો છે. મોટાભાગના લોકો એ પણ નથી જાણતા કે ટપૂ શાહીર શેખની મહાભારત સીરિયલનો હિસ્સો રહી ચૂક્યો છે.

હા, રાજ અનડકટ ઉર્ફ ટપૂ મહાભારત સીરિયલનો હિસ્સો હતો. એક ઈન્ટરવ્યૂમાં રાજે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે ઘણા શૉમાં જોવા મળ્યો હતો અને હવે જ્યારે મહાભારત સીરિયલ ફરીથી શરૂ ગઈ છે, ત્યારે રાજના બધા ફ્રેન્ડ્સે એને નોટિસ કરવાનું શરૂ કરી દીધું અને એના અભિનય બદલ રાજના વખાણ કરી રહ્યા છે. રાજે એક રિશ્તા સાઝેદારી કા, એક મુઠી આસમાન, મહાભારત જેવી સીરિયલમાં જોવા મળ્યો છે. મહાભારતમાં આ કોઈ મહત્વપૂર્ણ રોલ નહીં, પરંતુ રાજે 100 કૌરવોમાંથી ત્રીજા ભાઈનો રોલ ભજવ્યો હતો અને આ શૉનો હિસ્સો બન્યો હતો. સાથે રાજે કહ્યું કે હું હાલ મહાભારતનું રી-ટેલિકાસ્ટ જોઈ નથી રહ્યો પરંતુ મારા ફૅન્સ મારા ઘણા વખાણ કરી રહ્યા છે અને મને સ્ક્રીનશૉટ મોકલી રહ્યા અને પૂછી રહ્યા છે કે શું આ તું છે? તેથી મને લાગે છે લોકો મને નોટિસ કરી રહ્યા છે. લોકોના રિસ્પોન્સ બાદ મેં એક એપિસોડ જોયો, જ્યાં હું મારી જાતને જોઈ શકુ છું અને ત્યારે હું 15 વર્ષનો હતો.

રાજે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે તેના પરિવારના બધા સભ્યોએ પહેલી વાર તેને સ્ક્રીન પર જોયો ત્યારે તેમના આંખમાંથી ખુશીના આંસુ નીકળ્યા હતા અન ઘણા ભાવુક બની ગયા હતા. એકવાર રાજે તેની માતાને કહ્યું કે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં કામ કરવું છે અને ઈચ્છા પ્રકટ કરી અને મને શૉ મળી પણ ગયો. મારા પરિવારે જ્યારે મને પહેલીવાર સ્ક્રીન પર જોયો ત્યારે તેઓ રડી પડ્યા હતા અને ભાવુક થઈ ગયા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK