Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં જેઠાલાલના સાળા સુંદરે ફાફડા-જલેબી બનાવ્યાં

લૉકડાઉનમાં જેઠાલાલના સાળા સુંદરે ફાફડા-જલેબી બનાવ્યાં

08 April, 2020 04:13 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનમાં જેઠાલાલના સાળા સુંદરે ફાફડા-જલેબી બનાવ્યાં

મયૂર વાકાણી

મયૂર વાકાણી


અમદાવાદ : સબ ટીવીની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલને ચક્કરે ચડાવનાર તેનો સાળો ‘સુંદર’ એટલે કે મયૂર વાકાણી ક્વૉરન્ટીનમાં કુકિંગ પર હાથ અજમાવી રહ્યો છે. મયૂર વાકાણી ‘દયાબહેન’ એટલે કે દિશા વાકાણીનો ઑન-સ્ક્રીન અને રિયલ ભાઈ છે. મયૂરે ગુજરાતીઓની ફેવરિટ વાનગી ‘ફાફડા-જલેબી’ બનાવીને રસોઈઘરમાં પોતાની પત્નીની મદદ કરી હતી. મયૂરે સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કર્યો હતો જેમાંતે ફાફડા બનાવી રહ્યો છે અને તેની પત્ની બૅકગ્રાઉન્ડમાં બોલી રહી છે કે ‘પ્રોપર ફાફડા-મેકર અમારા ઘરે છે. તેઓ ફાફડા પાડશે અને ઉખાડશે પણ ખરા!’ મયૂરે એક પ્રોફેશનલ ફાફડા બનાવનારની જેમ જ ફાફડા બનાવ્યા હતા. તેની આ સ્કિલ જોઈને જેઠાલાલ પણ ખુશ થઈ ગયા હશે!


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 04:13 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK