Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોણ છે જેઠાલાલનો મનપસંદ ટપુ, ભવ્ય ગાંધી કે રાજ અનડકટ, જાણો તમે પણ

કોણ છે જેઠાલાલનો મનપસંદ ટપુ, ભવ્ય ગાંધી કે રાજ અનડકટ, જાણો તમે પણ

01 December, 2020 10:47 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોણ છે જેઠાલાલનો મનપસંદ ટપુ, ભવ્ય ગાંધી કે રાજ અનડકટ, જાણો તમે પણ

જેઠાલાલ અને ટપુ

જેઠાલાલ અને ટપુ


સબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે, પરંતુ આ સીરિયલમાં સૌથી વધારે ચર્ચા ગડા પરિવારની થાય છે. પછી જેઠાલાલના પિતા બાપૂજીની હોય કે એમની પત્ની દયાબેન સાથે એમની લડાઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ગયા મહિને 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Bhavya Gandhi (@bhavyagandhi97)




છેલ્લા 13 વર્ષમાં આ શૉમાં આપણને ઘણા બદલાવ જોવા મળ્યા, ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. જે બદલાયું છે એ છે સ્ટાર્સની કેમિસ્ટ્રી. આ શૉમાં દયાબેન (દિશા વાકાણી), અંજલી તારક મહેતા(નેહા મહેતા),રોશનસિંહ સોઢી(ગુરૂચરણસિંહ) અને બાવરીના રોલમાં મોનિકા ભદૌરિયાએ અલવિદા કહીં દીધું છે. આ બધા કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક આગવી છાપ છોડી છે. પણ ટપુનો રોલ ભજવનાર ભવ્ય ગાંધી આજે પણ ફૅન્સ વચ્ચે યાદગાર છે. આ શૉમાં ભવ્ય ગાંધીએ 9 વર્ષ સુધી ટપુનો રોલ ભજવ્યો હતો. તે 2008થી 2017 સુધી શૉ સાથે જોડાયેલો હતો.

જ્યારે ભવ્ય ગાંધીએ શૉ છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે રાજ અનડકટે એની જગ્યા લીધી હતી. શૉમાં રાજને પણ એટલો જ પ્રેમ મળ્યો જેટલો ભવ્ય ગાંધીને મળતો હતો. બન્ને સ્ટાર્સે ટપુના રોલને સારી રીતે ભજવ્યો છે. તાજેતરમાં જ્યારે દિલીપ જોશીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભવ્ય ગાંધી અને રાજ અનડકટમાંથી એનો સૌથી ફેવરેટ ટપુ કોણ છે?


 
 
 
View this post on Instagram

A post shared by Raj Anadkat (@raj_anadkat)

તો આ સવાલ પર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ કહ્યું કે ભવ્ય ગાંધી અને રાજ અનડકટ વિશે વાત કરતા દિલીપ જોશીએ કહ્યું કે તેઓ શૉમાં ભવ્યને ઘણા મિસ કરે છે. 9 વર્ષ સુધી ભવ્ય અને તેમણે સ્ક્રીન પર પિતા અને દીકરાનો ભજવ્યો હતો. ભવ્ય સાથે એમનું સ્પેશિયલ બૉન્ડ છે. આગળ એણે જણાવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કલાકાર અનોખા છે. એટલે ભવ્ય અને રાજ વચ્ચે પસંદ કરવું ઘણું મુશ્કેલ છે.

દિલીપ જોશી આગળ જણાવતા કહ્યું કે ભવ્ય સાથે તેનો બહુ જૂનો સંબંધ છે. તેમણે કહ્યું કે ભવ્ય સાથે તેમની જે બૉન્ડિંગ છે તે ઘણી અનોખી છે. રાજ સાથે કામ કરવા અંગે દિલીપે પ્રશંસા કરતા કહ્યું કે - રાજ વાસ્તવિકમાં મહેનતી અને અદ્ભુત અભિનેતા છે. રાજે એટલા ઓછા સમયમાં બધા સાથે સારી બૉન્ડિંગ બનાવી લીધી છે. સાથે જ એમણે કહ્યું કે તેઓ ભવ્યને સૌથી વધારે મિસ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK