સ્વૅગ ડાન્સ: જાણો કેમ ખુશ છે તારક મહેતાની બબીતાજી, વીડિયોમાં સમજાઈ જશે

Published: 21st September, 2020 13:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બબીતાજીના ફોટોઝ સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. હાલ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે ઘણી ખુશ નજર આવી રહી છે.

મુનમુન દત્તા
મુનમુન દત્તા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં (Taarak Mehta Ka Ooltah Chashmah)ના લોકપ્રિય અને ફૅમસ કલાકારોમાં બબીતાજી પણ સામેલ છે. મુનમુન દત્તા આ ભૂમિકા સારી રીતે ભજવી રહી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ચાહકો પણ ઓછા નથી. આ જ કારણ છે કે એમની ગણતરી દેશની સૌથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસમાં થાય છે.

આ પણ વાંચો : તારક મહેતાની બબીતાજી પોતાની સાથે હંમેશા રાખે છે એક ડબ્બો, જાણો શું છે એમાં

મુનમુન દત્તા છે કેટલી નખરાળી છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં એનું બબીતાજીનું પાત્ર ફૅન્સ દ્વારા ખૂબ જ પ્રિય અને પ્રેમભર્યું છે અને તે નિશ્ચિત રૂપથી ઘણી સુંદર પણ છે. મુનમુન સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાના સુંદર ફોટોઝ અને વીડિયોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. તે હંમેશા પોતાના ગોર્જિયસ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે અને ફૅન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ પણ વાંચો : કોને ડેટ કરી રહ્યો છે જેઠાલાલનો દીકરો 'ટપુ', બબીતાજીનું નામ પણ ચર્ચામાં

બબીતાજીના ફોટોઝ સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. હાલ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે ઘણી ખુશ નજર આવી રહી છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે બબીતાજીના માથા પર સ્વૅગ ડાન્સનો ભૂત સવાર છે. તે આટલી ખુશ કેમ છે?

ખરી રીતે, આનો જવાબ તે પોસ્ટ દ્વારા આપી રહી છે અને તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, Mood when I wrap up work early !! આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે અને 2000થી વધુ લોકોએ આ વીડિયો પર કમેન્ટ્સ કરી છે.

આ પણ જુઓ : એક સમયે 50 રૂપિયા કમાતા હતા, તારક મહેતા શૉના અબ્દુલ, આવી છે લાઈફસ્ટાઈલ

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શૉમાંથી અંજલિ ભાભીનો રોલ ભજવતી નેહા મહેતા અને રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય-બાય કહીં દીધું છે અને એમની જગ્યા પર સુનૈના ફોજદાર અને બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી લીધી છે. સાથે જ આ શૉમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK