Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતા.. શૉમાં 'ભીડે'ને જો તક મળે તો ભજવવો છે આ રોલ, જાણો કારણ

તારક મહેતા.. શૉમાં 'ભીડે'ને જો તક મળે તો ભજવવો છે આ રોલ, જાણો કારણ

15 August, 2020 11:38 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મહેતા.. શૉમાં 'ભીડે'ને જો તક મળે તો ભજવવો છે આ રોલ, જાણો કારણ

ભીડે

ભીડે


સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી નંબર વન પર આવી ગઈ છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બંધ હતી. શૉના દરેક મુદ્દાઓને ઘણા મસ્તીભરેલા અંદાજમાં દર્શાવવામાં આવે છે. લૉકડાઉન બાદ શૉના નવા એપિસોડ્સે ધમાલ મચાવી દીધી છે. ટીઆરપી ચાર્ટમાં પણ આ શૉ સૌથી ઊંચો રહ્યો છે અને શૉના કેરેક્ટર પણ ઘણા છવાયેલા છે. શૉમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરનું કહેવું છે કે જો તેમને શૉમાં બીજું કોઈ પાત્ર ભજવવું હોય તો તે ચોક્કસપણે ઐય્યરની ભૂમિકા ભજવશે.

એક ઈન્ટરવ્યબમાં ભીડે એટલે મંદાર ચાંદવાડકરે કહ્યું, તેઓ હંમેશા ઐય્યરના પાત્ર વિશે વિચારે છે. જોકે એનું કારણ બબીતાજી (હસીને કહેતા) નથી. હું જાણું છું કે ઘણા લોકો આ રીતે વિચારતા હશે. પરંતુ મને નવી ભાષા શીખવાનો શોખ છે અને જો મને તે ભૂમિકા મળે તો હું નિશ્ચિતરૂપે તે કરવા માંગુ છું. જ્યારે હું દુબઈમાં હતો, ત્યારે મેં થોડી મલયાલમ શીખી હતી. જો મને તક મળશે, તો હું તામિલ ભાષા શીખીશ અને મિસ્ટર ઐય્યરની ભૂમિકા ભજવીશ.



આ પણ જુઓ: તારક મહેતા શૉના 'ભીડે માસ્ટર' અસલમાં છે એન્જિનિયર, આવી રીતે બદલાઈ ગઈ લાઈફ


મંદારે કહ્યું, ઐય્યરનો રોલ ઘણો અલગ જ છે. તેના ઘણા બધા શેડ્સ છે. જેઠાલાલ સાથે જે ઐય્યરનો પ્યાર અને તકરાર થાય છે, ભીડે સાથે જે ઝઘડો થાય છે તે તદ્દન અલગ છે. આ બધાને જોતા જો મને તક મળશે, તો હું ચોક્કસપણે ઐય્યરનો રોલ પ્લે કરવા ઈચ્છુ છું.

તાજેતરમાં ટેલિવિઝનની દુનિયામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થઈ ગયા છે અને તેમણે સફળ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. કલાકારોના હેલ્થની પૂરે-પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK