કેમ હાલ તારક મહેતા શૉ લાગી રહ્યો છે બોરિંગ, શૈલેષ લોઢાએ કહીં દીધી આ વાત

Published: Sep 09, 2020, 14:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કેટલાક દર્શકોને હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણો બોરિંગ લાગી રહ્યો છે. ત્યારે શૉમાં તારક મહેતાનો રોલ ભજવનારા જાણીતા અને પ્રખ્યાત કવિ શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાએ આનો જવાબ આપ્યો છે.

શૈલેષ લોઢા અને જેઠાલાલ
શૈલેષ લોઢા અને જેઠાલાલ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી સતત ચર્ચામાં રહે છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના દર્શકોની દિલમાં એલ અલગ છાપ છોડી નાના બાળકથી લઈને વૃદ્ધ લોકોને આ શૉ જોવો ઘણો ગમે છે. આ શૉની ટીઆરપી પણ સતત આસમાને રહી છે. હાલ નેહા મહેતા ઉર્ફે અંજલી તારક મહેતા અને રોશનસિંહ સોઢીનો રોલ ભજવતો ગુરૂચરણ સિંહે આ શૉને અલવિદા કહ્યું છે. સાથે અંજલીના રોલમાં સુનૈના ફોજદાર અને સોઢીના રોલમાં બલવિન્દર સિંહ સૂરીએ શૉમાં એન્ટ્રી મારી દીધી છે.

સાથે જ કેટલાક દર્શકોને હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણો બોરિંગ લાગી રહ્યો છે. ત્યારે શૉમાં તારક મહેતાનો રોલ ભજવનારા જાણીતા અને પ્રખ્યાત કવિ શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાએ આનો જવાબ આપ્યો છે. જ્યારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શૈલેષ લોઢાએ કહ્યું કે, અહીં કંટાળા જેવું કઈ છે જ નહીં. આ માનવ સ્વભાવ છે. વિચારવાની પ્રક્રિયા સમય સાથે વિકસિત થતી રહે છે. તેથી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવો શૉ, જે 12 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તે એકદમ સામાન્ય વાત છે કે એક જ દર્શક આ સ્તર પર પાત્રો અને સામગ્રી પર જુદા જુદા મંતવ્યો રાખી શકે છે.

આ પણ જુઓ : Disha Vakani: તો આવી રીતે ચમકી ગરબા-ક્વીન દયાબેનની કિસ્મત

વધુમાં શૈલેષ લોઢાએ ઉમેર્યું કે વર્ષોથી Taarak Mehta Ka Ooltah Chashmah શૉના કલાકારો અને એના પાત્રો એકસમાન છે અને આ શૉ હમણાં પણ ટીઆરપીની દ્રષ્ટિએ દેશની ટોચના 5 શૉમાં શામેલ છે, જે સાબિત કરે છે કે પ્રેક્ષકો હજી પણ અમારા છે.

આ પણ વાંચો : આ શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર ફિલ્મ બનશે, ચાલી રહ્યા છે આવા પ્લાનિંગ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ હાલના સમયમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. સૌથી મોટો આંચકો દિશા વાકાણી એટલે કે શૉની દયાબેને આપ્યો હતો. દયાબેન ગર્ભવતી હતી એટલે તેમણે રજા લીધી હતી, પરંતુ અત્યાર સુધી તે શૉમાં પાછી ફરી નથી. તેમ જ વીતેલા દિવસે અંજલી મહેતાનો રોલ ભજવનારી નેહા મહેતાએ પણ શૉ છોડી દીધો અને સુનૈના ફૌજદારે અને સોઢીની ભૂમિકામાં પણ બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી દીધી છે.

આ પણ વાંચો : તારક મહેતા શૉની રોશન ભાભી કરી ચૂકી છે બૉલીવુડના આ સુપરસ્ટાર સાથે કામ

તાજા સમાચાર એ છે કે જેઠાલાલ ગડાની દુકાનમાં કામ કરનારા નટુ કાકા એટલે 65 વર્ષીય ઘનશ્યામ નાયકની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. લૉકડાઉન બાદ તે શૉમાં પાછા નજર આવ્યા નથી. અહેવાલ છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK