Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતા. શૉનો આ એપિસોડ યુ-ટ્યુબના ટૉપ 10 ટ્રેન્ડિંગ વીડિયોઝમાં સામેલ

તારક મહેતા. શૉનો આ એપિસોડ યુ-ટ્યુબના ટૉપ 10 ટ્રેન્ડિંગ વીડિયોઝમાં સામેલ

16 December, 2020 02:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મહેતા. શૉનો આ એપિસોડ યુ-ટ્યુબના ટૉપ 10 ટ્રેન્ડિંગ વીડિયોઝમાં સામેલ

ટપુ અને સોનુ

ટપુ અને સોનુ


નાના પડદા પરનો સૌથી સફળ કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ દર્શકોના અપાર પ્રેમ મેળવ્યા બાદ હવે વધુ એક રૅકોર્ડ બનાવ્યો છે. સીરિયલના એક એપિસોડના વીડિયોએ વર્ષ 2020માં યુ-ટ્યુબની ટૉપ 10 ટ્રેન્ડિંગ વીડિયોઝની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. યુ-ટ્યુબ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ષની લિસ્ટમાં કૅરી મિનાતીનો વીડિયો પહેલા સ્થાન પર છે.




તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ સોની સબ પર આવે છે. તે નાના પડદાના સૌથી લાંબા ચાલનારા શૉઝમાં સામેલ છે. ટીઆરપીમાં પણ શૉ હંમેશા ટૉપ-5ની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવે છે. YouTube top trending videos લિસ્ટમાં તારક મહેતાના એપિસોડ 2933એ 10મો ક્રમ મેળવ્યો છે. આ વેલેન્ટાઈન સ્પેશિયલ એપિસોડ હતો, જેમા ટપુ સોનુને પ્રપ્રોઝ કરે છે. ટપુનો રોલ ભજવનાર રાજ અનડકટ (Raj Anadkat) ભજવી રહ્યા છે, જ્યારે પલક સિધવાની (Palak Sidhwani) સોનુનો રોલ ભજવી રહી છે.

આ એપિસોડ 21 21 ફેબ્રુઆરીએ પ્રસારિત થયો હતો. આ વીડિયોને 56 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. તામર મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી, દિશા વાકાણી, ભવ્યા ગાંધી, અમિત ભટ્ટ, શૈલેષ લોઢા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ટૉપ 10 લિસ્ટમાં આવનારા બીજા વીડિયોઝની વાત કરીએ તો પહેલા સ્થાપ પર અજય નાગરનો કૅરી મિનાતી- સ્ટૉપ મેકિંગ એઝમ્પશન્સ, યુ-ટ્યુબ વર્સેસ ટિક-ટૉક-ધ એન્ડ છે.


બીજા સ્થાન પર જેકેકે એન્ટરટેનમેન્ટનો છોટૂ દાદા ટ્રેક્ટર વાલા, ત્રીજા સ્થાન પર મેક જોક આવ્યો છે. યુ-ટ્યુબર અને કૉમેડી આશિષ ચંચલાની આઠમાં સ્થાન પર છે. ભુવન બામની ચેનલ બીબી કી વાઈન્સનો એન્ગ્રી માસ્ટરજી-પાર્ટ 15 નવમાં સ્થાન પર છે.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK